ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય વાતાવરણ ગરમાઇ રહ્યુ છે. દરેક પાર્ટીઓ ખુરશી માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. આ વચ્ચે આજે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગુજરાતની વધુ 12 બેઠકો પરના ઉમેદવારોના નામનુ લીસ્ટ જાહેર કરી દીધુ છે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએના કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે. પ્રથમ યાદીમાં 10, બીજી યાદીમાં 9, ત્રીજી યાદીમાં 10, ચોથી યાદીમા 12 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. અત્યાર સુધીમાં પાર્ટીએના કુલ 29 ઉમેદવારો જાહેર કરી દીધા છે