રાજ્યમા હવે તહેવારોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે સમાન્ય જનતા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રક્ષાબંધન અને જન્માષ્ટમીને લઈને સહિતના તહેવારો નજીક આવતા ST વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ રક્ષાબંધન, જન્માષ્ટમી અને મેળાઓના દિવસોમા રાજ્યભરમાં લોકોને અવરજવરમા કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ એક્સ્ટ્રા મૂકવામા આવશે. 100થી વધુ બસો મૂકતા લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ જવામા હેરાનગતી થવુ નહી પડે..
આ સાથે તહેવારો દરમ્યાન STમાં મુસાફરી કરવા માટે ST નિગમના સચિવે ગુજરાતની જનતાને અપીલ કરી છે. તહેવારોના દિવસો લોકો પોતાના વતન તરફ દોટ મૂકતા હોય છે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા બસો વધારવામા આવશે. આ સિવાય રાજ્યભરમા એકસ્ટ્રા બસો મૂકવામા આવશે.