છેલ્લા કેટલાય સમય થી શૈક્ષણિક સંસ્થાઓ માં શાળા , કોલેજો માં હત્યા , છેતરપિંડી, બહેનો ની છેડતી જેવી ગુનાહિત પ્રવૃત્તિ ઓ સતત વધી રહી છે. કેટલાક અસામાજીક તત્વો દ્વારા સમગ્ર શિક્ષણ જગત પર દાગ લગાવાવનુ કામ નિરંતર ચાલી રહ્યું છે. આ પ્રકારના ની માનસિકતા ધરાવતા ઈસમો ને જાણે પ્રશાસન , પોલિસ કે સરકાર ની જાણે કોઈ પરવાહ જ ન હોય તેવુ પુરવાર થતુ જોઈ શકાય છે. શિક્ષણ પરિસરો મા આવા અસામાજીક તત્વો ને રોકવા અને નિયંત્રણ મા લાવવા ધણુ આવશ્યક બન્યું છે.
હાલમા જ આર.સી ટેક્નિકલ કોલેજ ના વિધાર્થીનુ અન્ય કોલેજ ના વિધાર્થીનુ દ્વારા ક્રુર હત્યા કરવામાં આવી છે, તેના થોડા સમય પહેલા જ નવગુજરાત કોલેજ ની વિધાર્થીની ની છેડતી બહાર ના વિધાર્થી દ્વારા કરવામાં આવી હતી, ત્યારે પણ વિધાર્થી પરિષદ દ્વારા કોલેજમાં પ્રસાશન ને સુરક્ષા બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું. અને બનાસકાંઠા મા થયેલ આર્યન મોદી હત્યાકાંડ ની ધટના અને પ્રદેશ ની કેટલીય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ જેવી કે એમ.એસ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીઓ મા પણ આ રીતે વારંવાર થતી પરિસરો મા ગુનાહિત પ્રવૃત્તિ ઓ પર પ્રશાસન, પોલીસ અને સરકારે ગહન ચિંતન આવશ્યક જણાઈ આવી રહ્યું છે.
અ.ભા.વિ.પ. ગુજરાત પ્રદેશ મંત્રી સુશ્રી યુતિ બેન ગજરે જણાવે છે કે, ” જે રીતે શૈક્ષણિક પરિસરો માં વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ બની રહી છે. તે ખૂબ ચિંતાનો વિષય છે. શિક્ષણ પરિસરોમા જ જો વિધાર્થી ઓની સુરક્ષા ની ખાત્રી ન હોય , તો તેની જવાબદારી કોની? માટે આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ પ્રશાસન અને સરકારે ચિંતા કરવી ધણી આવશ્યક છે.