ગુજરાતમાં રવિવારે એક જ દિવસમાં ૫ ગંભીર અકસ્માતની ઘટનાઓ ઘટી, પણ એ બધાની વચ્ચે એક જગ્યાએ થયો મોટો ચમત્કાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજ્યમાં રોજ બરોજ રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. નબીરાઓ બેફામ વહાન હંકારતા અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે રાજ્યના ચારથી વધુ જિલ્લાઓમાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બનાસકાંઠા (banaskatha), અમદાવાદ (ahmedabad), નવસારી (navsari) તેમજ સુરતમાં અકસ્માત સર્જાયા હતા. જો કે, રાહતની વાત છે કે, એકપણ જાનહાની નથી.

 

અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત

સુરતના પલસાણામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હઈવે પર અકસ્માત સર્જાયો  હતો. હાઇવે પર કોપર પ્લેટ ભરેલી એક ટ્રક મીંઢોળા નદીમાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી, બીજી તરફ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો, ઘટનાની જાણ થતા પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક સહિત ટ્રકને નદીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત 

શિહોરી-પાટણ હાઇવે ઉપર મેલુસણ નજીક કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત થયો હતો. પોલીસ લખેલી પ્લેટ વાળી ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં નથી અને એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે.

મીંઢોળા નદીમાં કન્ટેઇનર ખાબક્યું

નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર મીંઢોળા નદીમાં કન્ટેઇનર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક અમદાવાદથી મુંબઈ તરફ જઇ રહ્યો હતો. કન્ટેઇનર ડિવાઈડર તોડી નદીમાં ખાબકયું હતું. સદનસીબે અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે.

સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા થયો અકસ્માત

અમદાવાદના નિકોલમાં બોલેરો પિકઅપ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા સમગ્ર ઘટના સર્જાઈ હતી, જો કે, અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં રોડ પર ઉભેલા 2 વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો અને રિક્ષાચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત કરી પિકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, સમગ્ર ઘટનાને લઈ આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

હવે સરકાર ઓનલાઇન સસ્તી ડુંગળી વેચશે, ભાવ કાબૂમાં રહે એટલે તાત્કાલિક નિર્ણય કર્યો

મેળામાં ભાભીનો હાથ પકડવાની સજા, દિયરને મુરઘો બનાવ્યો, વાળ કાપી ઢોર માર માર્યો, VIDEO બનાવી વાયરલ કર્યો

શાકભાજી વેચતા અને બાંધકામ કરતા મજૂર બન્નેના ખાતામાં આવ્યા કરોડો, તપાસ કરી તો પોલીસની આંખો ફાટી ગઈ!

 

કારચાલકે અકસ્માત સર્જ્યો

માઉન્ટ આબૂથી દારૂ પીને કાર ચલાવતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. પાલનપુર હાઇવે પર નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો, સામેથી આવતી કારને દારૂ પીધેલા કારચાલકે ટક્કર મારી હતી. નશાની હાલતમાં નિર્દોષ વાહનચાલકને દારૂડિયાએ અડફેટે લીધો હતો.

 

 


Share this Article
TAGGED: ,