ઉપલેટામાં 28 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને કરી હત્યા, હત્યાનું કારણ જાણીને થશે આશ્ચર્ય

Desk Editor
By Desk Editor
Share this Article

RAJKOT NEWS : રાજકોટના ઉપલેટામાં ગઈકાલે યુવકની કમકમાટી ભરી હત્યા થઈ હતી. શહેરના શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા પર છરી વડે હુમલો કરી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી જે હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 19 વર્ષીય વિનય નામના આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવા જવી સામાન્ય બાબતે 29 વર્ષીય આશિષ ભાદરકા નામના યુવકની ગઈકાલે હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

શહીદ અર્જુન રોડ પર ફિટનેસજીમ પાસે આશિષ ભાદરકા નામના યુવકે તીક્ષ્ણ હથિયાર વડે ગઈકાલે હુમલો કર્યો હતો. જેમાં આશિષ ભાદરકા પર હુમલાખોરે ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. જે સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

દિલ્હી-NCR પૂરમાં ફસાયેલી BMW કાર કરતાં પણ મોંઘો આખલો! NDRFએ બચાવ્યો, જુઓ વીડિયો

 

 ઓસ્ટ્રેલિયામાં દરિયા કિનારે મળ્યા રહસ્યમય જીવના અવશેષ, લોકોએ તેને જોઈને કહ્યું- મરમેઇડ્સ છે!

જે સમગ્ર બનાવના પગલે યુવકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, તેમજ પોલીસે હોસ્પિટલ ખાતે જઈ અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં થોડા દિવસ અગાઉ મૃતક અને આરોપી વચ્ચે વીડિયો બનાવવા મુદ્દે તકરાર થઈ હતી. જેનો ખાર રાખી હિતેશે આશિષનું ઢીમ ઢાળી દીધુ હતુ.

 

 


Share this Article
TAGGED: ,