અમદાવાદમાંથી વિદેશ ભણવા જવા વિદ્યાર્થીઓને સંખ્યામાં નોંધપાત્ર વધારો દર વર્ષે થઈ રહ્યો છે ખાસ કરીને યુકે યુએસ અને કેનેડા જવાનો ક્રેઝ સૌથી વધારે છે માતા પિતાને ઘર ગીરવે મૂકવા પડે છે દાગીના પણ વેચવા પડે છે બેંકમાંથી લોન પણ લેવી પડે છે અને ગમે તેમ કરીને દીકરો હોય કે દીકરી તેમને વિદેશ ભણવા જવા માટે મોકલતા હોય છે હવે જાન્યુઆરી મહિનામાં વિદેશ ભણવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે.
વિદેશ ભણવા જવા માટે યુનિવર્સિટી ની ફી ઉપરાંત મેડિકલ ઇન્સ્યોરન્સ આઈ લેટ્સની એક્ઝામ બેગેજ ની ખરીદી નાસ્તાની ખરીદી કપડાની ખરીદી ફ્લાઈટ ની ટિકિટ સહિતના પરચુરણ ખર્ચા પણ અઢીથી ત્રણ લાખ જેટલા હોય છે મકાન ભાડે રાખવોનું હોય તો તેના પર દોઢ લાખ જેટલા થઈ જતા હોય છે અને વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓએ મકાન ભાડે રાખ્યું છે તેવા પુરાવા પણ આપવાના હોય છે વિદ્યાર્થીને પોતાની પાસે રાખવા માટે પણ રૂપિયા આપવાના હોય છે એટલે સામાન્ય સંજોગોમાં વિદેશમાં ભણવા જવાનો ખૂબ જ મોંઘું પડતું હોય છે.
તેમ છતાં માતા-પિતા વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવા મોકલે છે તેની પાછળનું કારણ એવું છે કે ગમે તેટલો ખર્ચો કરીને ભણાવવામાં આવે તો પણ અમદાવાદમાં સારી નોકરી મળવી મુશ્કેલ છે એટલે ના છૂટકે વિદેશમાં ભણવા જવા મોકલે છે હમણાં જ યુકે થી અમદાવાદ આવેલા વિષ્ણુભાઈ પુરોહિત અને તેમના પત્ની સોનલબેન પુરોહિત તેમની માતા કે જેઓ હાલ રાજપુર રહે છે અને તેમની નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદ આવ્યા છે તેમની માતા કમળા બહેન પુરોહિત ની તબિયત સારી રહેતી નથી.
અમદાવાદમાં શાહીબાગ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામીના દર્શન કરવા માટે વિષ્ણુભાઈ અને સોનલબેન આવ્યા હતા તે દરમિયાન તેમની એક મુલાકાત માં તેમણે જણાવ્યું કે વિદેશમાં જતા વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે કઈ યુનિવર્સિટી કે કોલેજ પસંદ કરો છો તે અગત્યનું છે અને ભારે પરિશ્રમ કરવાની તૈયારી હોય તો જ વિદેશમાં બાળકોને મોકલવા જોઈએ.
અમેરિકા હોય કે યુકે બહુ જ મહેનત કરવી પડશે હા, એક વસ્તુ ચોક્કસ છે કે તમે અમદાવાદમાં મહેનત કરીને જે રૂપિયા કમાવો છો તેના કરતાં વધારે મળશે અને કોઈપણ કામ કરવાની તૈયારી રાખવી પડશે વિદેશમાં ભણવા જવું હોય અને રૂપિયા કમાવવા હોય તો મહેનતની સાથે શરમ પણ બાજુમાં મૂકી દેવી પડશે જે મહેનત કરે છે તેને રૂપિયા મળે છે..
અને હવે વિદેશમાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી ગઈ છે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય વિવાદો વિદ્યાર્થીઓને અસર કરતા નથી બસ વિદ્યાર્થીઓએ સાવધાન રહેવું પડશે અને કોઈ ખોટી આદત પડી જાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે. ઘણા લોકો કહેતા હોય છે કે યુકેમાં ભણવાનું અને રહેવાનું બહુ જ મોંઘુ છે જેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા વિચારમાં પડી જાય છે.
પણ વિષ્ણુભાઈ અને સોનલબેન ને જણાવ્યું કે યુકેમાં ભણવાનું મોંઘુ છે અને નોકરી પણ આસાનીથી મળતી નથી તે વાત સાચી છે પણ મહેનત કરે તેને નોકરી મળે છે અને સારા રૂપિયા પણ કમાઈ શકાય છે નોકરીનો અનુભવ હોય કે ના હોય તમને જે નોકરી મળે તે કરવી પડે મધ્યમ વર્ગનો વિદ્યાર્થીઓ હોય કે શ્રીમંત પરિવારનો વિદ્યાર્થીઓ હોય અહીંયા તમામ એક પ્રકારના વિદ્યાર્થી છે તેવું વિચારીને ચાલવું પડશે.
અને વિદ્યાર્થીઓએ સમજી લેવું પડશે કે અમે કેવા સંજોગોમાં વિદેશમાં ભણવા આવ્યા છીએ કોઈની દેખાદેખી કરવી નહીં અને મન લગાવીને મહેનત કરવામાં આવશે તો અમેરિકા અને યુકે મા કોઈ તકલીફ પડશે નહીં. તેમણે જણાવ્યું કે અમે ઘણા કિસ્સા જોયા છે વિદ્યાર્થીઓ દેખાદેખી કરતા હોય છે.
Free Netflix પ્લાન લાવીને મુકેશ અંબાણીએ મચાવી ધમાલ! રોજનો 2GB ડેટા, જિયો યૂઝર્સ સ્તબ્ધ
ગુજરાતમાં ઠંડી આ તારીખથી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ થીજવતી ઠંડીની ચેતવણી
પણ તેવું કરવું જોઈએ નહીં અમદાવાદથી આવતા શ્રીમંત પરિવારના દીકરા દીકરીઓ વિદેશમાં નોકરી પણ કરતા નથી અને રજાઓ મળે ત્યારે તેમના ઘરે પણ જતા રહેતા હોય છે પરંતુ મહેનતુ વિદ્યાર્થીઓ તે સમયમાં નોકરી કરીને પોતાના માતા-પિતાનું દેવું પૂરું કરવાના કામે લાગી જતા હોય છે એટલે આવી કોઈ દેખાદેખી કરવી નહીં.