ભંવર મીણા ( પાલનપુર ): રાજ્ય ભર માં મેઘમહેર છે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે.ત્યારે કેટલાક વિસ્તારોમાં મેઘે કહેર વરસાવ્યો છે.તો ક્યાં કોરી નદીઓ માં ઉપરવાસમાં વરસાદ ના લીધે પાણીનો પ્રવાહ વધતા લોકો ના જીવ જોખમ માં મુકાઈ રહ્યા છે.તેવોજ કઈક બનાવ બનાસકાંઠા જિલ્લા માં બનવા પામ્યો છે.
બનાસકાંઠા ના દાંતા ગામ નજીક થી પસાર થતી મગવાસ નદી ના પટ માં યુવક ગયો હતો જોકે અચાનક નદી ના પાણી નો પ્રવાહ વધતા તેઓ પાણી વચ્ચે ફસાઈ ગયો હતો.જે અંગે ની લોકો ને જાણ થતાં લોકો એ પાણી માં ફસાયેલા યુવક ને બહાર નીકળવા કવાયત હાથ ધરી હતી પરંતુ પાણી વધુ હોવાથી તેઓ ને સફળતા ન મળતા જિલ્લા ની એન.ડી.આર.એફ.ની મદદ લીધી હતી.દરમિયાન એન.ડી.આર.એફ ની ટીમે 5 કલાક ની જહેમત બાદ યુવક ને પાણી માંથી બહાર નીકળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીયછેકે વરસાદી માહોલ વચ્ચે નદી નાળાઓમાં ઉતરતા પહેલા સાવચેતી રાખવાનું તંત્ર આહવાન કરે છે. તેમ છતાં લોકો લાપરવાહી દાખવતા હોવા થી આવી ઘટનાઓ સામે આવતી હોવા નું લોકો માં ચર્ચાઈ રહ્યું છે