પ્રાણી સંગ્રહાલય સિંહોના સફળ બ્રીડિંગ સેન્ટર તરીકે દેશમાં પ્રથમ હરોળનું ઝૂ છે ત્યારે હવે સિંહોની સર્જરી કરીને સિંહોના સફળ ઓપરેશન કરીને સફળતા મેળવી છે. જામવાળા રેન્જના ૫ વર્ષના યુવાનસિંહ દ્રષ્ટિહિન બન્યાનું વન વિભાગના ગાર્ડ દ્વારા સક્કરબાગ ઝૂના વેટરનરી ડોક્ટર જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા સિંહનું રેસક્યુ કરીને સિંહને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય લઈ આવવામા આવ્યો હતો.
ત્યાર બાદ તપાસ કરતા સિંહ દ્રષ્ટિહિન હોવાનુ તારણ બહાર આવ્યું હતું. ઝૂના વેટરનરી ડોક્ટર કડીવર તેમજ જૂનાગઢના આંખના સર્જનની મદદથી સિંહને નેત્રમણી બેસાડવા માટે તૈયારીઓ શરૂ કરી હતી. સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં લવાયેલા યુવાનને નેત્રમણી બેસાડવા માટે અન્ય એક સિંહનું કુદરતી મોત થતાં તે સિંહના માપના લેન્સ બનાવાવા માટે મદુરાઇની કંપની દ્વારા લેન્સ બનાવી આપવામા મદદ કરી હતી.
ત્યાર બાદ ઝૂના વેટરનરી ડોક્ટર કડિવાર તેમજ ડૉ. સંજીવ જવિયા અને ડો. ઝાલા અને ડૉ. મિલાપ દ્વારા સફળ સર્જરી કરી સિંહ કેરીને યુવાનસિંહને નવી દ્રષ્ટિ આપી હતી. આ યુવાન સિંહનું ઓપરેશન એક મહિના પહેલા કરવામાં આવ્યું હતું. આજે સિંહ બિલકુલ સ્વસ્થ છે. બન્ને આંખોથી સ્પષ્ટ જાેઈ શકે છે, ત્યારે સક્કરબાગ ઝૂમાં સિંહની આંખની પ્રથમ સફળ ઓપરેશન કરીને સિંહને નવું જીવતદાન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાે સિંહની દ્રષ્ટી જતી રહે તો તેનું થોડા જ સમયમાં મોત થઇ જાય છે. ન તો તે શિકાર કરી શકે છે તેના કારણે તે શારીરિક રીતે નબળો પડે છે. ત્યારબાદ થતી ઇનફાઇટમાં અન્ય શક્તિશાળી સિંહ સાથે તેનું મોત થતું હોય છે.