આમ આદમી પાર્ટીમાં 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા તો આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવવાની અટકળો નક્કિ થઈ ગઈ છે. ધારાસભ્ય ભૂપત ભાયાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, જીવન પર્યંત મેં ભાજપનું જ કામ કર્યું છે. ભાજપે મને ક્યારેય સસ્પેન્ડ કર્યો નથી. રાજનીતિમાં આવું બધુ ચાલતું જ હોય છે. આ દરમિયાન ભૂપત ભાયાણીના PAને ફોન આવ્યો હતો જેમાં ભૂપત ભાયાણીએ વાત કરી હતી. ભૂપત ભાયાણી ફોન પર જી..જી..બોલીને નકળી ગયા હતા. ભૂપત ભાયાણીના PAને આવેલા ફોને ચર્ચા જગાવી છે કે, આખરે કોના ફોન બાદ તેઓ તાત્કાલિક રવાના થયા હતા.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. આ તરફ એવી ચર્ચા હતી કે, આમ આદમી પાર્ટીના હજી બીજા 2 ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. જોકે હવે ગારીયાધાર આમ આદમી પાર્ટી ધારાસભ્ય સુધીર વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે, હું આમ આદમી પાર્ટી સાથે જ છું. ઉમેશ મકવાણાએ કહ્યું કે, ભાજપ વિપક્ષના ધારાસભ્યોને દબાવવાનુ કામ કરી રહી છે, ધારાસભ્યોને જેલમાં નાખી દેવાની ધમકી આપી રહ્યુ છે.
કોણ છે ભૂપત ભાયાણી?
આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપેશ ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળી ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું છે. સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.
ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!
56 કરોડ જાનૈયા સાથે નીકળી ભગવાનની લગ્નની જાન, ધામધૂમથી પ્રસંગ ઉજવાયો! ઠેર-ઠેર લોકોએ કર્યું સ્વાગત
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.