ગુજરાતીઓ પર વધારે એક મોંઘવારીનો માર આવી રહ્યો છે. કારણ કે હવે પાણીનું પણ બિલ ફાટવાની સરકારે તૈયારી કરી લીધી છે અને પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હવે આગામી દિવસોમાં પાણી માટે પણ પૈસા આપવા પડશે. વિગતો મળી રહી છે કે જૂની પાણીની લાઇન જર્જરિત થઈ જતાં હવે નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. જોકે નવી પાણીની પાઇપલાઇન નાખવાની સાથે એક બીજું ગતકડું આવશે કે ઘરે-ઘરે પાણીના મીટર પણ મૂકવામાં આવશે.
ગાંધીનગરમાં જ્યારે શહેરની રચના થઈ એ સમયે નાખવામાં આવેલી પાણીની લાઇન હવે ચાલે એવી નથી એટલે કે જર્જરિત થઈ ગઈ છે. જેને લઈ હવે તંત્ર દ્વારા હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નવી પાણીની પાઇપલાઇન નંખાશે. જોકે આ પાઇપલાઇનના કામ પૂર્ણ થતાંની સાથે જ ઘેર-ઘેર પાણીના મીટર પણ લાગી જશે. જેને લઈ આગામી દિવસોએ પાણી માટે પણ પૈસા ચૂકવવા પડશે એ વાતમાં કોઈ શંકા નથી.
કહેવામાં આવી રહ્યું છે કે જુલાઇ 2023 સુધીમાં નવી પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણ થઈ જશે. જે બાદમાં હવે શહેરના દરેક ઘરોમાં પાણી માટેના મીટર લાગી જશે. જેને લઈ હવે પાણીના વપરાશ પ્રમાણે રૂપિયા ચૂકવવા પડશે.