ગોધરાનો ગાંડો કેસ, હડકવાની અસર બાદ ઘોડાએ સ્થાનિકોને બચકા ભરી આખું ગામ માથે લીધું, લોકો ઉભી પૂછડીએ ભાગ્યાં

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગોધરા શહેરનાં લીલેસરા વિસ્તારમાં એક ઘોડો બેકાબુ થઇ ગયો હતો. તેને હડકવા થતા તેણે બે રાહદારીઓને બચકા ભરી લીધા હતા. ઘોડા દ્વારા ઇજા પહોંચતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જાેકે આ મામલે સ્થાનિક પાલિકાનાં માજી સભ્યએ નગરપાલિકા ફાયર ટીમની મદદ લઇ અડધો કલાકની જહેમત બાદ ઘોડાને પકડવામાં સફળતા હાંસેલ કરી હતી. જે બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બે ઈજાગ્રસ્ત માંથી એક ઈજાગ્રસ્ત હાલ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં છે. ઘોડો બેકાબૂ થયાની જાણ થતા જ ૧૯૬૨ હેલ્પલાઇન ટીમે દોડી આવી ઘોડાની તબીબી ચકાસણી કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઘોડાને હડકવાનાં લક્ષણો છે. જેથી ઘોડાને ર્નિજન સ્થળે ખસેડવામાં આવ્યો હતો જે બાદ વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

લીલેસરા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી એક ઘોડો રખડી રહ્યો હતો.આ ઘોડાએ શુક્રવારે વિસ્તારમાં નજીકથી પસાર થતાં રાહદારીઓ પાછળ દોટ મુકી કરડવાનો પ્રયાસ કર્યો હતો જે બાદ રહીશોમાં ભય છવાઇ ગયો હતો. બીજી તરફ બેકાબુ બનેલા ઘોડાએ એક જ દિવસમાં બે રાહદારીઓ ઉપર અચાનક હુમલો કર્યો હતો. જેમાં હારૂનભાઈ મન્સૂરી પોતાના ઘર આંગણે ઉભા હતા એ સમયે આ ઘોડો તેઓ સામે આવી ગયો હતો. તેમણે બચાવ માટે પોતાનો હાથ આગળ કર્યો હતો એ તો ઘોડાએ તેઓના હાથનાં અંગુઠાને બચકું ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જેથી તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હારુન ભાઇને અંગુઠાનાં ભાગે ઓપરેશન કરાવવું પડ્યું છે. આ ઉપરાંત સાવલીવાડ વિસ્તારમાં રહેતાં રોહિલ ભાઈ મન્સૂરી પોતાની દુકાન ગોન્દ્રા વિસ્તારમાં આવેલી છે ત્યાં જઈ રહ્યા હતા દરમિયાન ઘોડાએ અચાનક તેઓને પીઠના ભાગે બચકું ભરી લીધુ હતું. જે બાદ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly