કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે ( ૪ એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચે કિરણ પટેલને શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી મહાઠગની કસ્ટડી લેવામાં આવી છે. કિરણ પટેલને 36 કલાકનો પ્રવાસ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો છે.
આ આંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી ગુરુવારે (૬ એપ્રિલ) તેને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ કિરણ પટેલની કસ્ટડી ગુજરાત પોલીસ ટીમને સોંપી હતી. અગાઉ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે, પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે.
ગુજરાત પોલીસે આ અગાઉ દાવો કર્યો હતો કે, જો પટેલને રાજ્યના વિવિધ શહેરોમાં તેમની સામે નોંધાયેલી ફરિયાદોને કારણે જમ્મુ પોલીસમાંથી મુક્ત કરવામાં આવશે તો તેઓ તેમની ધરપકડ કરશે. મળતી માહિતી મુજબ, પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પહેલાથી જ ત્રણ કેસ નોંધાયેલા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે નિશાત પોલીસ સ્ટેશનમાં પટેલ વિરુદ્ધ કાશ્મીરના વિવિધ ભાગોના સરકારી અધિકારક્ષેત્ર હેઠળની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને ઉચ્ચ સ્તરીય બનાવટી સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર સરકારે ૨૯ માર્ચે કિરણ પટેલની પાછલા મહિનાઓમાં કાશ્મીરની મુલાકાતો અને તેમની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત વિવિધ પાસાઓની તપાસનો આદેશ આપ્યો હતો.
માસ્કની જરૂર નથી, આખા દેશમાં મોકડ્રીલ… કોરોના પર આરોગ્ય મંત્રાલયની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા?
સરકારના આદેશ મુજબ કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીને આ મામલાની તપાસ માટે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એક સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.