Ahmedabad News : ગુજરાતમાં (gujarat) નવરાત્રી દરમિયાન ગરબાની ઉજવણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં એક તરફ ગરબાના પંડાલોમાં લોકોની ભીડ જામે છે તો બીજી તરફ બજરંગ દળના કાર્યકરો (Bajrang Dal workers) કપાળે તિલક લગાવીને પંડાલોમાં આવતા લોકોના આઈડી પ્રૂફની તપાસ કરી રહ્યા છે.
અમદાવાદના એસ.કે.ફાર્મમાં ગરબાની ઉજવણી દરમિયાન બજરંગદળના કાર્યકરો જય શ્રી રામના નારા લગાવીને અહીં આવતા લોકોના આઈડી ચેક કરી રહ્યા છે અને તેમના કપાળ પર તિલક પણ લગાવી રહ્યા છે. બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓને પણ લોકો સમર્થન આપી રહ્યા છે.
વીએચપી અને બજરંગ દળે જાહેરાત કરી હતી
નવરાત્રી પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે જાહેરાત કરી હતી કે, કોઈ વિધર્મીને ગરબાના પંડાલોમાં પ્રવેશ ન આપવો જોઈએ. દેવીની પૂજાના શુભ અવસર પર વિધર્મી હિંદુ છોકરી સાથે કોઈએ છેડછાડ ન કરવી જોઈએ. હવે નવરાત્રિમાં ગરબા શરૂ થઇ ગયા છે ત્યારે બજરંગ દળ દ્વારા આ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ગરબામાં આવેલા લોકોએ શું કહ્યું?
બજરંગ દળના કાર્યકરોએ તિલક લગાવીને આઈડી પ્રૂફ ચેક કર્યું છે તેનાથી લોકો ખુશ છે. અહીં આવતા યુવાનો કહે છે કે અમે પણ સનાતની છીએ. ગરબાના પંડાલોને તિલક લગાવીને આ જ રીતે પ્રવેશ આપવો જોઈએ. તિલક લગાવવામાં કોઈને તકલીફ ન પડવી જોઈએ, તિલક અમારી ઓળખ છે.
3 શુભ યોગમાં આજે નવરાત્રિનો 5મો દિવસ, આ સમયે કરો સ્કંદમાતાની પૂજા, જાણો પદ્ધતિ, મંત્ર અને 5 લાભાલાભ
નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ મા અંબેને આ 5 વસ્તુઓ ન ચઢાવો, કૃપાના બદલે ધનોત-પનોત કાઢી નાખશે!
જો બાંગ્લાદેશ ભારતને હરાવશે તો છોકરા સાથે હોટેલમાં… પાકિસ્તાની અભિનેત્રીએ ખેલાડીઓને આપી મોટી ઓફર
ગુજરાતમાં મોડી રાત્રે ઉજવણી
ગુજરાત સરકારે નવરાત્રી દરમિયાન ગરબાના કાર્યક્રમો માટે કોઈ સમય મર્યાદા લાદી નથી. સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે પરામર્શ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં લોકો રાત્રે 12 વાગ્યા પછી પણ લાઉડ સ્પીકરથી ગરબાની ઉજવણી કરી શકે છે.