ઇસ્કોન બાજુના રસ્તાનો ઉપયોગ કરનારા અમદાવાદીઓ જાણી લેજો, અમદાવાદ ભયંકર અકસ્માત અંગે મોટું અપડેટ, રસ્તાઓ બંધ કરવાં પડયા

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarati News : ગુજરાતના અમદાવાદ (Ahmedabad)માં ગુરુવારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઈસ્કોન બ્રિજ પર આ હિટ એન્ડ રન રોડ અકસ્માતમાં જગુઆર કાર લોકો પર ચડી ગઈ હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બોટાદ જિલ્લાના સુરેન્દ્રનગરના યુવાનોનો પણ સમાવેશ થાય છે. જગુઆરની સ્પીડ 150 કિમીથી વધુ હતી. આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તમામ ઘાયલોને શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

Gujarati news

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે ઇસ્કોન બ્રિજ પર બીજો અકસ્માત થયો હતો, જેમાં ટ્રકે થાર એસયુવીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન એક ઝડપી જગુઆર કાર બ્રિજ પર હાજર લોકોને કચડીને બહાર આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘાયલોમાં કાર ચાલક સત્ય પટેલનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ પોલીસે ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને અસ્થાયી ધોરણે બંધ કરી દીધો હતો.

 

સૌરાષ્ટ્રને બરાબરનું ધમરોળ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં વાદળ ફાટશે, ઝડપી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

160 કિલોમીટરની ઝડપે આવતી કારે અમદાવાદમાં 9 લોકોનો જીવતા જ મારી નાખ્યાં, રાજકોટના શખ્સે માનવતા નેવે મૂકીને કારનામું કર્યું

જેમાં છ લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે અન્યોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, એમ અમદાવાદ ટ્રાફિક પોલીસના એસીપી એસ.જે.મોદીએ જણાવ્યું હતું. જગુઆરના ડ્રાઇવરને ખાનગી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ યુવક સિવાય જગુઆરમાં અન્ય એક છોકરો અને યુવતી પણ હતા. આ બંને વિશે કોઈ જાણકારી સામે આવી નથી. જાણકારી અનુસાર, પહેલો અકસ્માત બુધવારે સવારે 1:15 વાગ્યે થયો હતો.

 

 


Share this Article