આજથી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું હવામાન? વરસાદ આવશે કે ઠંડી પડશે? હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat weather forecast : રાજ્યમાં સવારે અને રાત્રે ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ બપોર બાદ ગરમી યથાવત છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન કેવું રહેશે, ઠંડી પડશે કે ગરમી તે અંગે હવામાન વિભાગે આગાહી કરી હતી. અમદાવાદ હવામાન વિભાગે તેની વેબસાઈટ પર માહિતી આપી છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના મહત્તમ અને લઘુત્તમ વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. તેમજ 30 ઓક્ટોબર સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે.

 

 

હવામાન વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં હવામાન સૂકુ રહેવાની સંભાવના છે. બે દિવસ પહેલા કરવામાં આવેલી આગાહીમાં અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પણ ગુજરાતના હવામાનની આગાહી કરી છે. જેમાં તમે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી.

 

 

મહત્તમ અને લઘુત્તમ તાપમાન એટલે કે દિવસ અને રાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. મહત્તમ તાપમાન હાલ 36થી 38 ડિગ્રી જેટલું જ રહેવાની શક્યતા છે. આ સાથે જ રાતના તાપમાનમાં વધારે ફેરફારની શક્યતા પણ નથી. લઘુત્તમ તાપમાન પણ ૨૧ થી ૨૪ ની આસપાસ રહેવાની સંભાવના છે.

 

 

તમારા બાળકોને ફોનથી અત્યારે જ કરી દો દૂર નહિતર પછતાવાનો વારો આવશે, રિસર્ચમાં સામે આવી નવી બીમારી!!

રાજકોટના પડઘરીમાં યુવતીની હત્યાનો પોલીસે કર્યો પર્દાફાશ, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગઈ

કિન્નરોને દાન આપવું કે ના આપવું? આપવું તો શું આપવું ? એક ભૂલ ધનોત પનોત કાઢી નાખશે, કિસ્મત પણ બદલી શકે

 

સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, અરબી સમુદ્રમાં આવેલા જોરદાર વાવાઝોડા અને બંગાળની ખાડીમાં આવેલા હમુન વાવાઝોડાની ગુજરાતના વાતાવરણ પર કોઇ ખાસ અસર જોવા મળી નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, જોરદાર વાવાઝોડાના કારણે 26 ઓક્ટોબર સુધી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધુ કાળા વાદળો જોવા મળશે. ગુજરાત હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ સમયગાળા દરમિયાન હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં કેટલીક જગ્યાએ કાળા વાદળોના કારણે ભારે વરસાદની સંભાવના છે.

 

 


Share this Article
TAGGED: ,