બેવડી ઋતુએ મારી નાખ્યાં, અમદાવાદમાં એક જ અઠવાડિયામાં 20 હજાર દર્દીઓ દાખલ, રોગચાળો ઘરે ઘરે ઘુસી ગયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમા શિયાળાએ વિદાય લીધી છે અને ગરમીની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણમા સતત પલટો આવી રહ્યો છે. વહેલી સવાર ઠડુ વાતાવરણ જયારે વપોર થતા આકરા ઉનાળાનો અબુભવ થાય છે. આ વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાના સમાચર પણ આવતા રહે છે. ડબલ ઋતુના લીધે હવે બીમારીઓએ માજા મૂકી છે.

ડબલ ઋતુના લીધે હવે બીમારીઓએ માજા મૂકી

હોસ્પિટલમાં દર્દીઓની લઈનો લાગી છે. ખાસ કરીને બાળકોમાં ઝાડા-ઉલટી સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસો સામે આવી રહ્યા છે.lokpatrika advt contact

બાળકોમાં ઝાડા-ઉલટી સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસો

મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવા દ્ર્શ્યો સામે આવ્યા છે. ખાલી એક જ અઠવાડિયામાં 20 હજાર કરતા વધારે દર્દીઓની સંખ્યા નોંધાઈ છે જેમા વાયરસ અને ઝાડા-ઉલટીના કેસો વધારે સામે આવ્યા છે.

એક જ અઠવાડિયામાં 20 હજાર કરતા વધારે દર્દીઓ

આંકડાઓ પર નજર કરીએ તો બાળકોમાં ઝાડા-ઉલ્ટીના 116 કેસ, ચિકનગુનિયા 4, ઝાડા-ઉલ્ટીના 126 કેસ, ડેંગ્યુના 12, કમળાના 130, ન્યુમોનિયાના 62 કેસ નોંધાયા હતા.

આગામી અઠવાડિયાથી 40 ડિગ્રી સુધી પારો જઈ શકે છે

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી અઠવાડિયાથી 40 ડિગ્રી સુધી પારો જઈ શકે છે. શનિવારે અમરેલી, સુરેન્દ્રનગર 37 ડિગ્રી મહત્તમ તાપમાન, અમદાવાદ-ગાંધીનગરમાં પારો 35 ડિગ્રી અને અન્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન 15ની આસપાસ રહ્યું હતુ.

BREAKING: અમદાવાદમાં ક્રિકેટ મેચ રમતાં રમતાં GST કર્મચારીનું હાર્ટ એટેકથી મોત, કેટલાય યુવાનોનું આ રીતે નિધન

હોળી પછી આ લોકો રાજાની જેમ એશો-આરામની જિંદગી જીવશે, શુક્ર સાથે રાહુ પણ પૈસાનો વરસાદ વરસાવશે

કોઈને વશમાં કરવા હોય તો કેવી રીતે કરી શકાય? જયા કિશોરીની આ ટિપ્સ ફોલો કરો એટલે તમારું કામ થઈ જશે!

આ વિશે માહિતી આપતા અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યુ છે કે એક અઠવાડિયામાં 20 હજારથી વધુ દર્દીઓએ ઓપીડી સારવાર લીધી અને 2000થી વધારે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આમ આંકડો સરેરાશ રોજ 3000 જેટલો નોંધાઈ રહ્યો છે. ડૉ. રાકેશે જણાવ્યું મોટા ભાગના કેસોમા મચ્છરજન્ય, પાણીજન્ય રોગ નોંધાયા છે.

 

 


Share this Article