અમદાવાદ: 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આજે કરવામાં આવ્યો છે. 13 વર્ષ, 195 દિવસ બાદ આ ચુકાદો કરવામા આવ્યો છે અને જેમાં કોર્ટે 49 આરોપી દોષિત જાહેર કર્યા છે. તો સાથે જ વાત કરીએ તો 77માંથી 28 આરોપી નિર્દોષ પણ જાહેર કરવામાં આવ્યા છે.
સાથે જ માહિતી મળી રહી છે કે આવતીકાલે 49 દોષિતોને સજા સંભળાવાશે. તમામ દોષિતોને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને 10:30 વાગે દોષિતોને કોર્ટમાં ઓનલાઈન હાજર રખાશે. ત્યારબાદ તેમને સજા આપવામાં આવશે, આજે તમામ ગુજરાતીઓને પણ હરખ થઈ રહ્યો છે કે આખરે ચૂકાદો મળ્યો તો ખરાં.