અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં એક દુર્ઘટના બની હતી જેની હાલમાં ચર્ચા કરવામાં આવી રહી છે. દરિયાપુરમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું છે. હનુમાન પોળમાં અકસ્માતમાં 15 વર્ષીય કિશોરનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વાગે મંદિરોમાં તેમજ સોસાયટીઓમાં પણ માટલીફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ત્યારે માહોલ કંઈક એવો હતો કે નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલકી..ના નાદ સાથે રાત્રે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. અમદાવાદમાં પણ એ જ રીતે મટકી ફોડ કાર્યક્રમ હતો અને એમાં એક દુર્ઘટનાએ મા પાસેથી એક દિકરી છીનવી લેતા ચકચાર મચી જવા પામી હતી. વાત કંઈક એવી છે કે અમદાવાદના દરિયાપુરમાં મટફી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. હનુમાન પોળમાં આ કાર્યક્રમ હતો અને દુર્ઘટના ઘટી હતી. પરંતુ તે દરમિયાન દિવાલ અને ચબૂતરો ધરાશાયી થતા એક કિશોરનું મોત નીપજ્યું.
વિગતો મળી રહી છે કે આ મટકીફોડ કાર્યક્રમ દરમિયાન 15 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું. ઘટનાને લઇને હરખ શોકમાં ફેરવાઇ ગયો. કૃષ્ણજન્મોત્સવનો જે ઉત્સાહ હતો તે પળવારમાં જ ગમગીન બની ગયો હતો અને શોકમય વાતવરણ થઈ ગયું હતું. હવે કદાચ બની શકે કે આ વિસ્તારમાં ફરી આવો કોઈને વિચાર પણ ન આવે. એ જ રીતે વડોદરા ખાતે પણ મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા આયોજિત મટકી ફોડ સ્પર્ધા યોજાઇ હતી. મટકી ફોડવા પિરામિડ બનાવવામાં આવ્યો હતો. ત્રણ સતરના પિરામિડમાં મટકી ફોડવા ચડતી વેળાએ યુવાનનો પગ સ્લીપ થતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને એકા એક યુવાન જામીન પર પટકાયો હતો. માથામાં ગંભીર ઈજા પણ પહોંચી હતી.