અમદાવાદ શહેરમાં ફરી એકવાર ટીઆરબી જવાનની ચર્ચા શરુ થઈ છે. જાેકે, આ વખતે વાહનચલાકો પાસેથી રૂપિયા માગવાના બદલે પરિણીતા અને બે બાળકોની માતાની છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં ટીઆરબી જવાન દ્વારા પરિણીતાને તેની સાથે વાતો કરવામાં દબાણ કરવામાં આવતું હતું આ સાથે તે પરિણીતાને એવું પણ કહેતો હતો કે, મેં પત્નીને છૂટાછેડા આપી દીધા છે અને હું તને પ્રેમ કરું છું.
આ દરમિયાન વારંવાર ત્રાસ આપતા અને પોલીસની ધમકી આપતા ટીઆરબી જવાન સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો પ્રમાણે શહેરના કૃષ્ણનગરની આ ઘટના છે કે જેમાં ૩૩ વર્ષની ડિમ્પલ (નામ બદલ્યું છે) પતિ સહિત પરિવાર સાથે રહે છે. આ પહેલા ડિમ્પલ સૈજપુરમાં રહેતી હતી ત્યારે તેના પાડોશમાં રહેતા લવ પટેલ નામના યુવકે ડિમ્પલને એક કાગળમાં પોતાનો નંબર લખીને મોકલ્યો હતો અને વાત કરવા માટે કહ્યું હતું. ડિમ્પલની ફરિયાદ પ્રમાણે લવ પટેલે તેને વાત નહીં કરે તો તેના બન્ને બાળકોને મારી નાખવાની પણ ધમકી આપી હતી.
બાળકોને મારી નાખવાની અને વાત નહીં કરવાનું પરિણામ ખરાબ આવશે તેવી ધમકીથી ડરી ગયેલી ડિમ્પલે લવ પટેલ સાથે વાતો અને ચેટિંગ કરવાનું શરુ કર્યું હતું. જાેકે, આ પછી ડિમ્પલે પોતાના પતિને આ અંગે વાત કરી તો તેમણે મકાન બદલી નાખ્યું હતું. જાેકે, આમ છતાં લવ સતત ડિમ્પલનો પીછો કરતો હતો અને તેને પરેશાન કરતો હતો. ફરિયાદ પ્રમાણે ડિમ્પલનો પીછો કરીને તેને વાત કેમ નથી કરતી તેમ કહેતો લવ પટેલ ૩ એપ્રિલના રોજ ડિમ્પલ કામથી સૈજપુર ગઈ હતી ત્યારે મળી ગયો હતો.
લવ પટેલે ડિમ્પલને અહીં પણ એકનો એક સવાલ કર્યો હતો કે તું મારી સાથે વાત કેમ નથી કરતી? આ સાથે તેણે મેં મારી પત્નીને છૂટાછેડા આપી દીધા છે. હું તને પ્રેમ કરું છું, આ સાંભળીને ડિમ્પલે તેને અહીંથી જતા રહેવા માટે કહ્યું હતું. જાેકે રસ્તામાં માથાકૂટ કરતા લવે ડિમ્પલની સાથે રહેલા તેના પતિને પણ ગાળો ભાંડી હતી અને પોતે ટીઆરબીમાં હોવાનો રોફ બતાવીને પોલીસની ધમકી આપી હતી. લવે ડિમ્પલે અગાઉ વાતો કરી હોવાના સ્ક્રીનશોટ વાયરલ કરવાની પણ ધમકી આપી હતી