ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. દરેક પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. આ વચ્ચે સામાજીક સંગઠનોની બેઠકો ચાલી રહી છે. ચૂટણી પહેલા રબારી સમાજ દ્વારા પણ બેઠકનુ આયોજન અમદાવાદ ખાતે કરવામા આવ્યુ હતુ. આ દરમિયાન મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનોએ પણ હાજરી આપી હતી. સંમેલનમાં ‘ભાજપ-કોંગ્રેસ તરફથી ટિકિટની માંગ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણીમાં રબારી સમાજની ૭ ટકા વસ્તિ પ્રમાણે ટીકીટ આપવા મુદ્દે ચર્ચા થઈ હતી. ભાજપ-કોંગ્રેસ પાસેથી ૫-૫ ટીકીટ આપવા અંગે સમાજે માંગ કરી છે જેમા અમદાવાદની બેઠક પરથી પણ રબારી સમાજના નેતાને ટીકીટ મળે તેવુ કહેવામા આવ્યુ છે. આ સાથે ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજની પણ બેઠક યોજાઇ હતી જેમા સમાજના આગેવાન નેતાઓએ ભાજપ પાસે 10 ટિકિટની માગ કરી હોવાનુ સામે આવ્યુ છે.
ચૂટણી નજીક આવતા દરેક સમાજ દ્વારા પોતાના સમાજને ટિકિટ ફાળવવાની માંગ ઉઠી રહી છે. આ જોતા ભાજપ માટે ઉમેદવારો પસંદ કરવા અઘરા સાબીત થશે કારણ કે રાજ્યમાં ૪૨ બેઠકો પ્રજાપતિ સમાજ પ્રભાવિત છે જેમા ૩૦ બેઠકો તો એવી છે જ્યા સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે.