અદાવાદના બાપુનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી સોશિયલ મીડિયા કે ઓનલાઇન વેબસાઈટ મહિલા- યુવતીઓ સાથે મજા કરવાની લાલચે લોકો સાથે લૂંટ ચલાવી હતી. આ આખા ષડયંત્રનો મામલો શહેરના હીરાવાડી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાંથી સામે આવ્યો છે.
અહી આવા કામો કરતુ આખુ કોલ સેન્ટર જ ચાલી રહ્યુ હતુ. આ વિશે જાણ થતા અમદાવાદ સાયબર ક્રાઇમના અધિકારીઓ એકશનમા આવી ગયા હતા અને આ મામલે જોડાયેલા લોકોને પકડી પાડયા હતા.
હાલ ગજાનંદ એપાર્ટમેન્ટમાં એક મહિલા સહિત સાત અન્ય લોકો જે આમા જોદાયેલા હતા તેમની ધરપકડ કરી છે. સપનો કી પરી અને અન્ય વેબસાઈટ પર અલગ અલગ નંબરો આપીને હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે વાત કરવા અને તેમની સાથે રાત વિતાવવા માટે રૂપિયા મળશે તેવી લાલચ આપતી જાહેરાતો આપતા હોવાનો ખુલાસો થયો છે. આ મટે તેમણે વેબસાઈટ પર પોતાનો નંબર મૂક્યો હતો જે દ્વારા લોકો તેમની સાથે જોડાતા હતા.
મળતી માહિતી મુજબ જ્યારે કોઈ વ્યક્તિ આમા રસ લઈ રહ્યુ છે તેવુ લાગે ત્યારે તેમની સાથે અત્યંત અશ્લીલ તેમજ વાસનાભરી વાતો કરે અને ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા લઈ લેતા.