અમદાવાદમાં પતિએ પત્ની સાથે મોટી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવતી રેલવે સ્ટેશન પર પોતાના પતિની રાજ જોઈ રહી હતી અને બીજી તરફ પતિ ઘરે બેડ પર ટલ્લી થઈને પડ્યો હતો. આખરે યુવતીએ થાકીને પોલીસની મદદ લીધી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો ૨૦૧૯માં આ યુવતીના લગ્ન થયા હતા. આ બાદ તે અમદાવાદના ચાંદખેડામાં રહેતી હતી. તેનો પતિ સાંતેજ ખાતે કોઇ કંપનીમાં નોકરી કરતો હતો અને પછી મુંબઇ નોકરી કરવા જતો રહ્યો હતો.
આ દરમિયાન પતિએ યુવતીને કહ્યું કે તારા ઘરેણાં આપી દે, યુવતીના સસરા તેને લોકરમાં રાખી દેશે. જ્યારે યુવતીએ અલગ લોકર માં દાગીના રાખવાનું કહ્યું ત્યારે સસરાએ ઝઘડો કર્યો અને દહેજને લઈને યુવતીને ખરીખોટી સંભળાવી. આ તમામ માથાકૂટ બાદ જ્યારે યુવતી તેના પતિ સાથે એમપી ગ્વાલિયરથી નીકળી મુંબઇ જતી રહી હતી. આ દરમિયાન પતિએ પણ યુવતીને ખૂબ સંભળાવ્યું. પતિએ કહ્યું કે તારા માતા-પિતાની શીખવાડેલી વાતો તું સાસરે કરે છે બાકી અમારા ઘરમાં આવું નથી.
આ બાદ પતિના ફોનમાંથી યુવતીઓ સાથે ફોટો અને વોટ્સએપ કોલ તથા ચેટિંગ મળી આવતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે યુવતીનો પતિની દારૂ પીવાની ટેવને લીધે ઝગડો થયો.
આ સિવાય દિવાળી દરમિયાન યુવતીએ પોતાના દાગીના માંગ્યા ત્યારે સાસરિયાઓ દાગીના ન આપી ઝગડા કર્યા. યુવતી પોતાની પીએચડીની પરીક્ષાનું ફોર્મ ભરી ગ્વાલિયર ગઇ હતી પણ સાસરા પક્ષના કોઇ તેને લેવા આવ્યા નહિ અને પતિ નશાની હાલતમાં હતો જેથી યુવતી પોતાની પરીક્ષા પણ આપી શકી નહીં. આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.