અમદાવાદ પાસે સાણંદથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ચોરેને કોપર વાયર તથા બ્રાસ ફીટીંગની વસ્તુઓ, ₹5,91,000 નો મુદ્દા માલ સાથે પકડી પાડવામા આવ્યા છે. સાણંદ પોલીસને બતમી મળી હતી કે આરોપી ઈકો ગાડી સાથે દેવતી સાણંદ રોડ પાસે જોવા મળ્યો છે જે બાદ વોચ ગોઠવી દેવામા આવી અને આરોપી ઝડપાઈ ગયો છે. પોલીસે વિરેન્દ્રકુમાર પાલ અને અરવિંદ ઉર્ફે શીવો નિશાદ રાજ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ કેબલ વાયર બ્રાસ ફીટીંગની વસ્તુઓ, ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઇકોગાડી, બે લોખંડની કોસ, એક ડિસમિસ, બે સેલોટેપ ત્રણ મોબાઈલ અને રોકડ રકમ સહિત ₹5,91,000 નો મુદ્દામાલ મળ્યો છે. આ ચોરો કોપરના વાયરો તથા કોપર કે બ્રાસના સ્પેર પાર્ટ, કાપડ કે ગુટખા સીગારેટની દુકાનો અને ગોડાઉનનો શટર ઉંચા કરીને ચોરી કરવામા માહેર છે.
મળતી માહિતી મુજબ આ ચોરો છેલ્લા છ મહિનામા ધોળકા, બાવળા, વસ્ત્રાલ, રામોલ, ઉપલેટા, જેતપુર, રાજકોટ તથા મોરબીમાં સક્રિય હતા. આ આરોપીઓ ચોરી કર્યા બાદ કોઇપણ અવાવરૂ જગ્યાએ ઇકો ગાડી પાર્ક કરી તેમા જ સુઇ જતાં હતાં. આ સાર્થે જે પણ સમાનની ચોરી કરી હોય તે ગાડીમાં જ સાથે રાખતા.