અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. વિકરાળ આગ પ્રસરીને બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી. બાળકોને ખુલ્લા વિસ્તારમાં લઇ જવા સુચના આપાઈ હતી અને આસપાસના રહેઠાણોને ખાલી કરવા સુચના અપાઈ હતી.
અમદાવાદ: બાપુનગરના વિકાસ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ
ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
એસ્ટેટમાં 30થી વધુ ફટાકડાની દુકાન #Ahmedabad #fire #Bapunagar #industry #fireworks pic.twitter.com/FhIw2vEeTL
— Prutha Paghadal (@Pruthapaghadal) May 10, 2023
આ વિકરાળ આગ પર રોબોટિક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ ACP -DCP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો છે. આ આગને કારણે વારંવાર ફટાકડા ફુટી રહ્યા છે. જેને લીધે આસપાસના વિસ્તારની અવર-જવર બંધ કરવામાં આવી.
આ મામલે સ્ટેડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે, ફાયર વિભાગની વધુ ગાડીઓ બોલવવામાં આવી તેમજ આસપાસનો વિસ્તારને ખાલી કરાયા છે.મળતી માહિતી મુજબ ભીષણ આગના કારણે 25થી વધુ દુકાનો સળગી હતી જેના પગલે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતાં. જો કે, ફાયર વિભાગે મહા મહેનતે આગ પર કાબૂ મેળવી લીધો છે.ધડાકા ભેર ફટાકડા ફૂટતા આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.