શહેરના સરદારનગર વિસ્તારમાં પતિને રૂપિયા ૧૫ લાખ આપ્યા હોવા છતાં પણ મહિલાને બીજા પાંચ લાખ લઈ આવવા માટે દબાણ કરી ઘરની નાની-નાની બાબતો માં સાસરીયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, મહિલાનો પતિ અલગ-અલગ યુવતીઓને લઈને ઘરે આવતો અને મહિલાની હાજરીમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધી મહિલા સાથે મારઝૂડ કરતો હતો.
સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્ન બાદ તે ગર્ભવતી થતાં તેના સાસરિયાઓએ તેને કહ્યું હતું કે જાે તેને છોકરો આવશે તો જ રાખીશું, નહીંતર તો ઘરમાંથી કાઢી મૂકીશું. આમ, ઘરની નાની-નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરી મારઝુડ કરતાં હતા. મહિલા તેના પતિ સાથે અલગ રહેવા જતાં તેને જાણ થઈ હતી કે કે મહિલા પાસે અગાઉના પતિથી થયેલા છૂટાછેડામાં આવેલ રૂપિયા ૧૦ લાખ અને બીજી બચત છે.
જે બાદ મહિલાના પતિએ મકાન લેવા માટે દેવું થયું છે તેમ કહીને ટુકડે-ટુકડે રૂપિયા ૧૫ લાખ મહિલા પાસેથી લઈ લીધા હતા અને તે પરત કર્યા ન હતા. જાેકે, મકાન પણ તેના નામે કરી આપવાની લાલચ આપી હતી પરંતુ મકાન પણ મહિલાના નામે કર્યું ન હતું. સાથે જ મહિલાનો પતિ મોડીરાત સુધી કોઈ પરસ્ત્રી સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, મહિલાનો પતિ અલગ-અલગ યુવતીઓને લઈને ઘરે આવતો અને મહિલાની હાજરીમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધી મહિલા સાથે મારઝૂડ કરતો હતો. આમ અંતે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.