કાયદાનો ભંગ અને ઉપરથી લુખ્ખી દાદાગીરી…. ફૂટપાથ પરની મહિલાએ સરકારી કર્મચારીને બેફામ ગાળો આપી માથું ફોડી નાખ્યું

Lok Patrika
By Lok Patrika
Share this Article

Ahmedabad News: સરકારના લોકો એમની કામગીરી નથી કરતાં એવી ફરિયાદો આપણે રોજ સાંભળવા મળે છે. પરંતુ જ્યારે સરકારના લોકો કામ કરવા નીકળે ત્યારે એમને મનફાવે એમ ગાળો આપી પથ્થર મારવા એ પણ ખરેખર શરમજનક વાત કહેવાય. આજે વહેલી સવારે અમદાવાદમાં એક એવી જ ઘટના સામે આવી કે જેમાં માણસાઈ શર્મસાર થતી જોવા મળી અને હાલમાં આ કેસ આખા શહેરમાં ચર્ચાઈ રહ્યો છે. UCD વિભાગની ગાડી જે લોકો ફૂટપાથ પર હોય એમને સેલ્ટર હોમમાં મૂકવાની સરસ કામગીરી કરી રહ્યા છે. એ જ રીતે અમદાવાદમાં પણ સવારે એક એવી જ રોજિંદી ડ્રાઈવ નીકળી. પરંતુ ત્યારે એક બહેને માણસાઈ નેવે મૂકીને સરકારના અધિકારીઓ સામે ગાળાગાળી કરી અને એક મહિલા અધિકારીને પથ્થર પણ માર્યો. આ પથ્થર પણ માથાના પાછળના ભાગે માર્યો અને આઈસીયુમાં દાખલ થવું પડ્યું હતું. ત્યારે હવે મીનાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ તેમની કાર્યવાહી આગળ હાથ ધરી રહી છે.

આસિસ્ટન્ટ સી.ઓ. મીનાબેન પટેલ પોતાની ફરિયાદમાં જણાવે છે કે- આજરોજ હું સવારનાં સાતેક વાગ્યાની આસપાસ હુ મારા સ્ટાફના અન્ય માણસો નામે ખુશ્બુબેન તથા કૌશીકભાઈ તથા કિરણબેન તથા ચેતનભાઇ સાથે ઉસ્માનપુરા ઝોનલ ઓફિસ ખાતે અમારી રોજીંદી ડ્રાઈવ અનુસંધાને ભેગા થયેલ અને અમો ભેગા મળી સાથી કર્મચારીઓ સાથે આશ્રમ રોડ ઇન્કમટેક્ષ બ્રીજ ખાતે ફુટપાથ ઉપર કોઇ ઘર વિહોણા આશ્રીત રહેતા નથી તેવુ નિરીક્ષણ કરતા કરતા આગળ વધેલ અને આશ્રમ રોડ એરટેલ ઓફિસની સામે ઇન્કમટેક્ષ બ્રીજની નીચે એક અજાણ્યા બહેન ફુટપાથ પાસે કપડા ઘોતા હતા.

અમારી સાથે દબાણ હટાવવા સારુ એ સ્ટેટ વિભાગની ટીમના કર્મચારીઓ હાજર હતા અને મેં આ કપડા ધોનાર અજાણ્યા બહેનને વિનંતી કરેલ કે ફુટપાથ પરથી ખસી જાઓ. દબાણ થાય છે. જેથી આ અજાણ્યા બહેને મારા પર એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ બોલવા લાગેલ અને મારી સાથેના ખુશ્બુ બહેને તેને સમજ કરેલ કે તમે અહીંથી હટી જાઓ જેથી આ અજાણ્યા મહેન એ મારી ટીમને જેમફાવે તેમ બિભત્સ ગાળા ગાળી કરવા લાગેલ અને ઝગડો કરવા લાગેલ અને અમો તેઓને સમજાવવા જ તા તેઓ મારા પર એકદમ ગુસ્સામા આવી બાજુમા પડેલ એક પથ્થર મારા પર છુટ્ટો માર્યો હતો.

પથ્થર મારા માથાના પાછળના ભાગે ડાબા કાનની પાછળ લાગતા લોહી ફુટ થતા અમારા સ્ટાફના માણસો ભેગા થઈ ગયેલ અને આ અજાણ્યા બહેનને વધુ પથ્થર મારો કરતા અટકાવેલ અને મારી ફરજ પર રુકાવટ કરી મને પથ્થરો મારવા લાગેલ જેથી મારી સાથેના કૈશીકભાઇએ પોલીસ કંટ્રોલમા ફોન કરેલ અને ૧૦૮ ઇમરજંસી વાનમા ફોન કરેલ અને એમ્બ્યુલંસ આવતા મને સારવાર સારુ શેઠ વી.એસ હોસ્પીટલ અમદાવાદ શહેર ખાતે ગયેલ અને મારી તબિયત વધુ ખરાબ થતા વધુ સારવાર સારૂ એસ.વી.પી હોસ્પીટલ ખાતે લાવેલ અને મને માથાના પાછળના ભાગે ફરજ પરના ડૉ.એ બે ટાંકા લીધેલ હોઇ અને મારી સાથેના સ્ટાફના કિરણબેન આ અજાણ્યા બહેન નામ રાજુલા હરેશભાઈ ચૌહાણ હોવાનુ મને જણાવેલ જેથી આ રાજુલાબેન વિરૂધ્ધ મારી કાયદેસર પોલીસ ફરીયાદ છે.

ઠંડીને લઈ હવામાન વિભાગ અને અંબાલાલની અલગ-અલગ આગાહી, એક કહે છે ઘટશે તો બીજો કહે છે ગાત્રો થીજવી નાખશે!

‘લક્ષ્મણ’ને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ ના મળ્યું, પરંતુ રામ અને સીતા હાજરી આપશે, જાણો શું ડખો થયો

ઐશ્વર્યા રાયે બચ્ચન પરિવારનું ઘર છોડી દીધું, હવે પતિ અભિષેકને છૂટાછેડા આપશે? નજીકના મિત્રએ કર્યો ઘટસ્ફોટ

જેથી આજરોજ તા-૧૬/૧૨/૨૦૨૩ ના સેવારના કલાક ૦૭/૩૦ વાગ્યાના આસપાસ નવરંગપુરા આશ્રમ શેડ એરટેલ ઓફિસની સામે ઈન્કમટેક્ષ બ્રીજની નીચે જાહેર ફુટપાથ પર રહેતા ઉપરોક્ત બહેન નામે રાજુલા હરેશભાઈ ચૌહાણ નાઓએ મારી કાયદેસરની ફરજ બજાવતા અટકાવી મને તથા સાથેના સ્ટાફને જેમ ફાવે તેમ બિભત્સ ગાળા ગાળી કરી મારા પર છુટ્ટો પથ્થર મારી માથાના પાછળના ભાગે ડાબા કાનની પાછળ લોહી ફુટ કરી ઈજા કરેલ અને સારવાર દરમ્યાન મને માથાના પાછળના ભાગે બે ટાંકા આવેલ હોય મારી આ રાજુલા નાઓ વિરૂધ્ધ કાયદેસર કરવા માટે પોલીસ ફરીયાદ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly