અમદાવાદમાં ABVPએ હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવવા યુવાનોને કર્યું આહ્વાન, યુવાનોના હેલ્થકેર માટે કાર્ય કરશે આ સંસ્થા

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અભાવિપ ના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગત તા. ૮,૯ અને ૧૦ ડિસેમ્બર ના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નુ ૬૯મુ અમૃત મહોત્સવી રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં યોજાયું. આ અધિવેશનમાં સમગ્ર ભારત માથી ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓની ઉપસ્થિતી સાથે લઘુ ભારતનું ભવ્ય દ્રશ્ય સર્જાયેલ. સમગ્ર અધિવેશન ટેન્ટ સીટી ના સ્વરૂપમાં અસ્થાયી ઈન્દ્રપ્રસ્થ નગર નુ નિર્માણ કરવામાં આવ્યું હતુ.

69માં રાષ્ટ્રીય અધિવેશન ના ઉદ્ઘાટક તરીકે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ખુબ જ ચર્ચીત યશવંતરાવ કેલકર યુવા પુરસ્કાર ના પુરસ્કાર પ્રદાનકર્તા તરીકે ઈન્ડિયા ટીવી ના અધ્યક્ષ અને મુખ્ય સંપાદક શ્રી રજત શર્માજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ અભાવિપના ‌કાર્યકર્તા તરીકે કરેલ કર્યો વાગોળતા અભાવિપની વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના વિચારને સાર્થક કરતા દેશ માટે સેવાકીય પ્રવૃતિઓ કરનાર ૩ યુવાનોને પ્રા યશવંતરાવ કેલકર યુવા પુરસ્કાર થી‌ સન્માનિત કરવામાં આવેલ.

આ અધિવેશન મા સમગ્ર ભારત ના અલગ અલગ રાજ્યોનું વિધાર્થી પ્રતિનિધિત્વ ઉપસ્થિત રહ્યુ હતુ. જેમા દરેક રાજ્ય ના શિક્ષણ ની પરિસ્થિતિ ની સમિક્ષા થઈ હતી. શિક્ષણ અને વિધાર્થી જગત ને હિતાવહ કુલ ૩ પ્રસ્તાવો પણ પારિત કરવામાં આવ્યા. જેમા સામાજિક પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે.

આ પ્રસ્તાવો મા પ્રથમ પ્રસ્તાવ ઉચ્ચ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ હેતુ ભારત ના દરેક પરિસરોમાં વિધાર્થીઓની સહભાગિતા વધે તે માટે ના પ્રયાસો ને ચર્ચતો હતો જયારે અન્ય પ્રસ્તાવ વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના‌ સાથે વૈશ્વિક કલ્યાણકારી ભારત ની સફતળ કૂટનીતિ અને યુવાનો પોતાના જીવન મા સ્વસ્થ જીવનશૈલીને અનુસરે તેવો આહવાન કરતા પ્રસ્તાવો પ્રતિનિધિ વચ્ચે મુકી પારિત કરવામાં આવેલ. આ તમામ પ્રસ્તવો ને ધ્યાન મા રાખી ને વિધાર્થી પરિષદ આગામી સમય‌મા સમગ્ર દેશ‌ મા કાર્યરત થશે.

અ.ભા.વિ.પ ના આદર્શ સ્વામી વિવેકાનંદજીની જયંતિ દર વર્ષની જેમ યુવા દિન તરીકે એક સપ્તાહ સુધી દરેક કોલેજ કેમ્પસમાં ઉજવવા જઈ રહી છે. પરિસરો નું વાતાવરણમાં ઉત્સાહ વધે અને સ્વામી વિવેકાનંદજી ના વિચારોનું સંસ્મરણ યુવાનો વચ્ચે થાય તેવા હેતુ થી આ ઉજવણી કરવું આવશે.

Photos: PM મોદીએ લક્ષદ્વીપમાં કર્યું સ્નોર્કલિંગ, કહ્યું- ‘જેને એડવેન્ચર જોઈએ છે, તેમના માટે…’ તસ્વીરો વાયરલ

Jio, Airtel કે VI? જાણો લોકો કોને સૌથી વધુ પસંદ કરે છે અને સૌથી સસ્તું કોણ?

અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ માટે ખાસ નિયમો, આ 10 વસ્તુઓ અંદર લઈ જઈ ઉપર પ્રતિબંધ, જાણો સમગ્ર વિગત

અ.ભા.વિ.પ પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે,” અ.ભા.વિ.પ એ ૭૫ વર્ષ ની ધ્યેય યાત્રા પૂર્ણ કરી છે. અને હજુ પણ નિરંતર આ યાત્રા અવિરત પણે શિક્ષા અને સમાજ ના કલ્યાણ માટે ચાલતી જ રહેશે. ત્યારે આવનારા વર્ષ દરમિયાન હાલના સમયમાં યુવાનો અને શૈક્ષણિક જગત ને સ્પર્શતા મુદ્દાઓ જેવા કે યુવાનો સ્વસ્થ જીવન શૈલી અપનાવવા તથા શૈક્ષણિક પરિસરોને જીવંત કરવા હેતુ વિદ્યાર્થી પરિષદ વિશેષ પ્રયાસો કરશે”


Share this Article