Ahedabad News: અમદાવાદથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે વહેલી સવારે વકીલ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાવવા પામ્યો છે. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર અને થાર ગાડી વચ્ચે થયો હતો. બોપલ બ્રિજ પાસે દારુ ભરેલી એક ફોર્ચ્યુનર અને થાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ સરખેજ પોલીસ કરી રહી છે. જીવ ગુમાવનારા હતભાગીઓમાં અજીત ભરતભાઈ કાઠી, રહેવાસી વિરમગામ, મનીષભાઈ ભટ્ટ મુળ વિરમગામ હાલ ઘાટલોડિયા અમદાવાદ, ફોર્ચ્યુનર કારનો ચાલક ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોપલના વકીલ બ્રિજ પાસે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ થાર અને દારુ ભરેલી ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. થાર યુટર્ન લઈ રહી હતી તે સમયે બુટલેગરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો અને થારને ટક્કર મારતા બંને કારના ભૂક્કા બોલી ગયા હતા.
પોલીસ અનુસાર, થારમાં બેઠેલા બે વ્યક્તિ અને ફોર્ચ્યુનરમાં બેઠેલા એક વ્યક્તિ એમ ત્રણ લોકોના મોત થયા છે. રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતા મનીષભાઈ વહેલી સવારે અજીતભાઈ કાઠી સાથે થાર કારમાં કામકાજ અર્થે સવાર થયા હતાં ત્યાં તેઓએ યુ ટર્ન લેતા દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર જે પુર ઝડપે આવીને થાર કારને ટક્કર મારી હતી. થાર કારમાં સવાર બંન્ને જણના મૃત્યુ થવા પામ્યા હતાં.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વહેલી સવારે પાંચ વાગે બોપલ બ્રિજ નજીક રાજપથ ક્લબ થવાના રસ્તા પર થાર યુટર્ન મારી રહી હતી તે જ સમયે વૈષ્ણોદેવી તરફથી બોપલ આવી રહેલી દારૂ ભરેલી ફોર્ચ્યુનર સાથે જબરદસ્ત ટક્કર થઈ. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, થાર 100 ફૂટથી દૂર ઘસડાઈ હતી, જ્યારે ફોર્ચ્યુનર પર ફંગોળાઈ ગઈ હતી.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
જેમાં થારમાં બેઠેલા બે વ્યક્તિ અને ફોર્ચ્યુનરમાં બેઠલ એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. જે ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં પોલીસને ફોર્ચ્યુનર કારમાં દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.