હર્ષ બારોટ ( અમદાવાદ ): અમદાવાદમાં દરરોજ કોઈને કોઈ જગ્યાએ કપાતની કામગીરી જોવા મળે છે. તંત્ર દબાણના ભાગરૂપે શહેરમાં ઘણી પ્રોપર્ટીને પાડી નાખે છે. ત્યારે એ જ અરસામા અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રોડ મોટો કરવામાં મંગળવારે કપાતની પ્રકિયા હાથ ઘરવામાં આવી. આ બાબતે ચાંદલોડિયા વિસ્તારના સ્થાનિકો અને કોર્પોરેટર ફરી આમને-સામને આવતા જોવા મળી રહ્યા છે. ચાંદલોડિયાના દુકાનદારોના મતે દુકાનોમાં કપાત કરવાની બાબતે કોર્પોરેટરો દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેટર રુપિયા લઈ કેટલીક દુકાનોનું કપાત નથી કરતા તો ગરીબોની દુકાનને જમીનદોસ્ત કરી નાખવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હરહ્યો છે.
પ્રાપ્ય વિગતો અનુસાર વાત કરીએ તો અમદાવાદના ચાંદલોડિયા બ્રિજની નીચેની જગ્યામાં મંગળવારે મ.ન.પા દ્વારા કપાતની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. આ બાબતે ત્યાંના દુકાનદારો અને વેપારીઓનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. વિસ્તારના કોર્પોરેટરો રોડના કપાતને લઈને ભેદભાવની નિતી દાખવી રહ્યા છે. દુકાનદારો કહી રહ્યા છે કે નક્શા અને નોટિસ પ્રમાણેનું કપાત કામ નથી થઈ રહ્યું. જેઓએ પૈસા આપ્યા તેઓની પ્રોપર્ટી હેમખેમ ઉભી છે, તો વળી પૈસા ન આપનારની પ્રોપર્ટીને જમીનદોસ્ત કરી નાખવામાં આવી રહી છે.
ચાંદલોડિયાના દુકાનદારોનો આક્ષેપ છે કે ચાંદલોડિયાના કોર્પોરેટરો ચુંટણી સમયે જ જનતા વચ્ચે દેખાય છે, પછી મિસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે. સ્થાનિકો દ્વારા આપેલી આ માહિતીની ખરાઈ કરવા માટે જ્યારે ચાંદલોડિયા કોર્પોરેટ રાજેશ્વરી પંચાલને પૂછપરછ કરી તો એક ‘જાગરુત’ કોર્પોરેટર મેડમે કહ્યુ કે આ બધા કામ મારે ના જોવાના હોય અને આ વિષયમાં મને કોઈપણ પ્રકારની માહિતી પણ નથી.
તો વળી રાજેશ્વરીબેનના મતે આ બધા કામ તેઓના અઘિકારી જુએ છે. આ કામ એસ્ટ્રેડ વિભાગનું છે. હવે વિચારવા જેવી વાત એ રહી કે રાજેશ્વરીબેન છેલ્લી બે ટર્મથી ચાંદલોડિયાના કોર્પોરેટર છે છતાં એમના ઉડાવ જવાબ આપવાની રીત હજુ ગઈ નથી. આ જ વિસ્તારના બીજા કોર્પોરેટર હિરાભાઈ પરમારને કોલ કરવામાં આવ્યો તો હિરાભાઈ પણ જવાબ આપવાથી છટકી ગયા હતા અને મિટીંગનું બહાનું કરીને વાત ટુંકાવી હતી.
ચાંદલોડિયામાં રહેતા પરમાર એસ્ટ્રેડ ઈમારતના માલિક પ્રકાશભાઈ ચાવડા કપાત કામગીરીના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. પ્રકાશભાઈના મતે ચાંદલોડીયા વિસ્તારના કોર્પોરેટર અને કપાત કરતા અધિકારીઓ તેમણે મોકલેલા નક્શા અને નોટિસ પ્રમાણે કપાત નથી કરી રહ્યા છે. તેઓ કેટલીક દુકાનનું કપાત કરે છે અને કેટલીક જગ્યાએ કપાત નથી કરતાં એવી જાણકારી આપી. ચાંદલોડિયા વિસ્તારના કોર્પોરેટરો રુપિયા ખાઈને પણ કેટલીક દુકાનાનું કપાત અટકાવી છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કરે છે.
અંબાલાલ પટેલની કરોડો ગુજરાતીઓ માટે ઘાતક આગાહી, આજથી 4 દિવસ કમોસમી વરસાદ આટલા જિલ્લાને ઘમરોળશે!!
અમને મારશો નહીં… અહીં માત્ર વિરોધ કરવા આવ્યા છીએ… સંસદમાં ઘુસનારાઓએ કરી સાંસદોની ન મારવાની અપીલ
પ્રકાશભાઈએ આગળ વાત કરે છે કે વિસ્તારના કેટલાક કોર્પોરેટરો ખાલી મત માંગવા આવે છે, પછી વિસ્તારના કોઈ સુઘારા કે સમસ્યામાં તેમનું યોગદાન કે હાજરી દેખાતી નથી. એમની આ પાંખી હાજરી જ એમની નિષ્ઠા પર સવાલ ઉભો કરે છે. જો કે મોટી વાત તો એ પણ છે કે ચાંદલોડિયા વિસ્તારમાં જ થોડા દિવસ પહેલા જર્જરિત હાલતમાં પરમાર એસ્ટ્રેડ ધરાશયી થઈ ત્યારે પણ મ.ન.પા કોર્પોરેટરોની બેદકારી સામે આવી હતી અને તંત્ર-સ્થાનિકો વચ્ચે મહાભારત જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.