Cricket News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર મજા લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. રૂપિયા 500 કરોડની માંગણી કરતો ઈ-મેઈલ પણ આ યુવકે કર્યો હોવાની શંકા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે મેચ રમાવાની છે. જોકે આ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે મૂળ મધ્યપ્રદેશના વીડિયો બ્લોગર કરણ માળી નામના યુવકને રાજકોટથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા આયોજીત વન ડે વર્લ્ડકપ 2023 (ODI World Cup 2023) રોમાંચક મેચોની સાથે આગળ વધી રહ્યો છે. ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક પોલીસે મેચને ધ્યાનમાં રાખીને પહેલેથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
આ મેચ માટે અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓના 11 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. તેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી), રેપિડ એક્શન ફોર્સ (આરએએફ), હોમગાર્ડ અને ગુજરાત પોલીસનો પણ સમાવેશ થાય છે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે. આ સ્ટેડિયમની ક્ષમતા લગભગ 1.30 લાખ દર્શકોની છે અને ટિકિટો વેચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ સ્ટેડિયમ ભરાઈ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના જણાવ્યા અનુસાર, મેચ દરમિયાન 7 હજારથી વધુ પોલીસકર્મીઓ અને 4,000 જેટલા હોમગાર્ડ તૈનાત રહેશે.