વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. એરપોર્ટ પર 9 કિમી લાંબા રોડ શો બાદ પીએમ મોદી કમલમ સ્થિત ભાજપ ઓફિસમાં મીટિંગ માટે પહોંચ્યા છે.
આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ પહેલીવાર કેસરી ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે અને પીએમ મોદીએ પોતે પણ કેસરી કેપ પહેરી છે. આ કેપમા ગુજરાતીમાં કમળ અને ભાજપ લખેલું જોવા મળી રહ્યુ છે.
મળતી માહિતી મુજબ પીએમ મોદીના સ્વાગત માટે રોડની બંને બાજુ 50 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે અને અહી અંદાજે 4 લાખ લોકો એકઠા થયા છે. હવે ‘કમલમ’માં બેઠક બાદ વડાપ્રધાન સાંજે સરપંચો સંમેલનમાં 1.50 લાખ લોકોને સંબોધશે.
આ સાથે કાલે PM નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરશે અને સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 1100 કલાકારો સાથે ભવ્ય રોશનીનો કાર્યક્રમ પણ યોજાશે.
આ કાર્યક્ર્માં ખેલાડીઓ ઉપરાંત અન્ય રમતો સાથે જોડાયેલા લોકો પણ હાજર રહેશે. સરદાર સ્ટેડિયમ ઉપરાંત રાજ્યમાં 500થી વધુ સ્થળોએ ખેલ મહાકુંભ યોજાશે. આ માટે 46 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બન્ને સિવસો માટે સુરક્ષા વ્યવસ્થા કડ્ક રીતે કરવામા આવી છે.