Ahmedabad: ફ્લાવર શોને મળ્યું ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે મળ્યો એવોર્ડ, અગાઉ ચીનના નામે હતો રેકોર્ડ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad Flower Show: અમદાવાદના ફ્લાવર શોએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે. આ વખતે ફ્લાવર શોને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર તરીકે ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. આ રેકોર્ડ અગાઉ 166 મીટરનો ચીનના નામે હતો. જેને આ વખતે અમદાવાદના 221 મીટર લંબાઈ ધરાવતા ફ્લાવર સ્ટ્રક્ચરએ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા ફલાવર શો શરૂ કરાવ્યો હતો.

ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા હતા. જેમાં AMC મેયરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને AMC કમિશ્નર હાજર રહ્યા હતા. નોંધનીય છેકે, વડાપ્રધાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ફલાવર શો શરૂ થયો હતો.

30 ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોની જેમ આ વર્ષનો 11મો ફ્લાવર શો પણ ખુલ્લો મુકાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક હસ્તીઓ હાજર રહી અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ઉજવાયો. 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ખુલ્લો રહેશે અને લાખો લોકો દેશ વિદેશમાંથી ફ્લાવર શો જોવા આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે એની પાછળનું કોઈ એક કારણ નથી, પરંતુ અનેક કારણો છે. ફ્લાવર શોને આટલો સફળતાપૂર્વક હિટ કરવા પાછળ પણ અનેક કારણો છુપાયેલા છે. આ બધા જ કારણો અને વિગતો વિશે આજે તમને રૂબરૂ કરાવવા છે.

આ વર્ષે 2024માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ થયો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફલાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ 11માં ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’માં વિવિધ થીમ આધારીત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, મોઢેરાના સૂર્ય મંદિર,ચંદ્રયાન-3, નવું સંસદભવ, સાત ઘોડાની અદ્ભૂત પ્રતિકૃતિ વગેરેનો સમાવેશ થાય છે. આમ મળીને કુલ 5.45 કરોડના ખર્ચે આ ફ્લાવર શો યોજાયો છે.

આ ફ્લાવર શોમાં 15 લાખ કરતાં વધારે રોપા છે અને 150થી વધારે પ્રકારની વેરાયટી તમને જોવા મળી રહેશે. ફ્લાવર શોમાં બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના ફૂલ લગાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. ટિકિટ વિશે વાત કરીએ તો ફ્લાવર શોમાં 12 વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ ફ્રી છે. જ્યારે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર સુધી 50 રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે 75 રૂપિયા ફી ચુકવવી પડશે.

આ વખતે ઓનલાઈન પણ ટિકિટ બૂક કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આખા ગુજરાતમાંથી કોઈપણ શાળા દ્વારા અહીં મુકાલાત કરવા આવે તો એમના માટે તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગત વર્ષે ફ્લાવર શોને લોકોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈ વધુ ત્રણ દિવસ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ જો એવું થશે તો દિવસો લંબાવવામાં આવી શકે છે.

6 મહિનાની રાત-દિવસ મહેનત

જીજ્ઞેશ પટેલ વાત કરતાં આગળ કહે છે કે અત્યારે કુલ 15 લાખ કરતાં વધારે ફુલોના રોપા અહીં છે. અમે જુન મહિનાથી જ આ ફ્લાવર શોની તૈયારીમાં લાગી જઈએ છીએ. 600 કરતાં પણ વધારે લોકો જોડાઈને આ કામ પાર પાડવામાં આવતું હોય છે. મોટા ભાગના ફૂલો યુરોપિયન કલ્ચરના છે. 150 કરતાં પણ વધારે અલગ અલગ વેરાયટી આપણે રાખી છે. કુલ 6 કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં આ ફ્લાવર શો રાખવામાં આવ્યો છે.

દર વર્ષે લોકોનો રિસપોન્સ વધારે ને વધારે જ મળતો રહ્યો છે. અમારી ટીમ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ આ જ કામમાં લાગી છે. મજૂરોથી લઈને મંત્રીઓ સુધી બધા જ તન મન ધનથી ફ્લાવર શોને સરસ બનાવવા અને અમદાવાદીઓને કંઈક નવું આપવાનો પ્રયાસ કરીએ છીએ. જો આ જગ્યા પરની જ વાત કરીએ તો અમારા હાથમાં આ જગ્યા 16 ડિસેમ્બરે આવી અને અમે એ સાંજથી જ કામ કરવાનું શરૂ કર્યું.

600 લોકોની ટીમ ખડેપગે

ઘણા મુલાકાતીઓને એવું લાગતું હશે કે આ ફ્લાવર શોમાં જે ફુલો છે એ નકલી હશે અથવા તો પ્લાસ્ટિકના હશે. પરંતુ જીજ્ઞેશ પટેલે આખી પ્રોસેસ વિશે પણ વાત કરી હતી. 6 મહિના પહેલા એટલે કે જુનમાં અમે નક્કી કરી લઈએ છીએ કે આ વખતે કેવા કેવા પ્રકારના ફુલ અને કેટલા પ્રકારના ફુલ રાખવા છે. એ પ્રમાણે જ્યાં જ્યાંથી એ ફૂલના બીજ કે તૈયાર નાનો રોપ મળે એ લઈ આવીએ છીએ.

અમદાવાદના જ 300 ગાર્ડનમાં આ બધા જ ફુલ અને રોપા ઉછેરવામાં આવે છે. તેમનું પુરી રીતે જતન કરવામાં આવે છે. કુલ 600 લોકોની ટીમ આ કામ પાછળ લાગેલી હોય છે. ત્યારબાદ ઘણી વખત એવું પણ બને કે કુદરતી આફત આવે તો ફુલને નુકસાન પણ થતું હોય છે. તો એવા સંજોગોમાં ફરીથી એ મહેનત પણ કરવી પડે છે.

15 લાખમાંથી 40 ટકા ફુલ-છોડ નિષ્ફળ જાય

15 લાખ રોપા જે અહીં લગાવવામાં આવ્યા છે એ દરેક રોપા કે ફુલછોડ એવા જ છે કે જેમને શિયાળો અનુકૂળ આવે. કારણ કે 15 દિવસ સુધી આ તમામ રોપ અને ફુલછોડ ખુલ્લામાં જ રાખવાના હોય છે. જેથી શિયાળાને અનુકુળ ના આવે એવા કોઈ રોપ રાખવામાં આવતા નથી. જીણી જીણી અનેક બાબતોનું ધ્યાન રાખીને આખું આયોજન કરવામાં આવતું હોય છે.

આ ક્રિકેટરની દેશ માટે પ્રથમ મેચ.. રોહિતની કેપ્ટન્સીમાં રમશે પહેલીવાર, માત્ર 5 મહિનામાં જ બની ગયો દરેકનો ફેવરિટ

અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી ઉપડશે સીધી ‘આસ્થા’ ટ્રેન, જાણો શું રહેશે સમય, તારીખ, ભાડું?

નેપાળથી અયોધ્યા કેમ આવી રહ્યા છે 21 હજાર પૂજારી, રામ લલ્લાના અભિષેક પહેલા શું છે મોટો પ્લાન ?

ફ્લાવર શોના દિવસો દરમિયાન જ્યારે અધ વચ્ચે કોઈ છોડ કે ફુલ ખરાબ થાય તો એમને અધવચ્ચેથી જ બદલવો પડે છે. નુકસાન વિશે વાત કરી કે આ 15 લાખ રોપામાંથી 40 ટકા જેટલા ફૂલછોડ ખરાબ થઈ જાય છે અને 60 ટકા છોડ તેમજ ફુલ આપણા અમદાવાદના 300 ગાર્ડનમાં ફરીથી લગાવી દેવામાં આવે છે.


Share this Article