Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 8 થી 10 માર્ચ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ફૂડ ફેસ્ટિવલમાં પ્રખ્યાત માસ્ટરશેફને નિમંત્રણ આપવામાં આવશે અને મેઈન સ્ટેન્ડ પર માસ્ટ અને સેલિબ્રિટી શેફ દ્વારા લાઈવ ફુડનો ડેમો આપવામાં આવશે.
બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનાર આ ફૂડ ફેસ્ટિવલમાં દરેક માટે રૂ.50 થી 100ની એન્ટ્રી ફી રાખવામાં આવશે. આ ફૂડ ફેસ્ટિવલમાં જુદી જુદી ત્રણ થીમ આધારિત ત્રણ પેવેલિયન રાખવામાં આવશે અને તેમાં એકસાથે 500થી 600 વ્યક્તિઓ લંચકે ડિનર કરી શકશે તેમજ લાઈવ કલ્ચરલ અને મ્યુઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે.
અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસોમાં માવઠું પડવાની શક્યતા, ભારે હિમ વર્ષા માટે પણ થઈ જાવ તૈયાર
તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, આ ફુડ ફેસ્ટિવલમાંથી વિવિધ પ્રકારની ફૂડ રેસીપીની બુકો ખરીદી શકાશે અને તેના લેખક સાથે મુલાકાત પણ કરી શકાશે. આ ફૂડ ફેસ્ટિવલમાં દેશી-વિદેશી વાનગીઓ પહેશે.