કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જેઓ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી વધુ ચાર સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ચાર સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. શાળાઓને જનતાને સમર્પિત કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર વિશ્વસ્તરીય અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વડા પ્રધાનના વિઝનને આગળ ધપાવવાનું શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે. આ કાર્યમાં સ્થાનિક સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
વડા પ્રધાન મોદીના વિશ્વસ્તરીય અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વિઝનને આગળ વધારતા ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને NPSS દ્વારા આશરે રૂ. 9.54 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી સ્માર્ટ સ્કૂલોનું ઈ-ઉદઘાટન કર્યું હતું. શાહે જણાવ્યું હતું કે આ સ્માર્ટ સ્કૂલોમાં બાળકોને ટેક્નોલોજી દ્વારા ભણાવવામાં આવશે જે તેમના સર્વાંગી વિકાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
શાહે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની વિઝન અને નીતિઓથી વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટને ઘટાડવાનો હોય કે પછી વડાપ્રધાન તરીકે નવી શિક્ષણ નીતિ દ્વારા દેશને અભૂતપૂર્વ એજ્યુકેશન મોડલ આપવાનું હોય, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ બાબતોને ધ્યાને રાખી હતી. બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તેમણે જમીન પર આપવાનો તેમનો સંકલ્પ પૂરો કર્યો છે. અમદાવાદ શહેરમાં 22 અનોખી સ્માર્ટ સ્કૂલો પૂર્ણ થઈ છે અને આજે વધુ ચાર સ્કૂલ શરૂ થઈ છે. તેનાથી 3,200થી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.