હાલમાં ગુજરાતમાં રાજકારણે ચરમ સીમાએ છે, કારણ કે ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આજે એક નવો મુદ્દો માર્કેટમાં આવ્યો છે અને અમાદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસમાં રેડના સમાચાર વાયરલ થયા છે. આપના ઇસુદાન ગઢવીએ રવિવારે મોડી રાતે ટ્વિટ કર્યું હતુ.
केजरीवाल जी के अहमदाबाद पहुँचते ही आम आदमी पार्टी के अहमदाबाद ऑफ़िस पर गुजरात पुलिस की रेड। दो घंटे तलाशी लेकर चले गए। कुछ नहीं मिला। बोले फिर आयेंगे।
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 11, 2022
જેમાં તેમણે લખ્યુ હતુ કે, ‘કેજરીવાલ જીના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા છે. કાંઇ મળ્યુ નથી. કહ્યુ છે, ફરી આવશે.’ એને જ રિટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ‘ ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે.
गुजरात की जनता से मिल रहे अपार समर्थन से भाजपा बुरी तरह बौखला गयी है। “आप” के पक्ष में गुजरात में आँधी चल रही है
दिल्ली के बाद अब गुजरात में भी रेड करनी शुरू कर दी। दिल्ली में कुछ नहीं मिला, गुजरात में भी कुछ नहीं मिला
हम कट्टर ईमानदार और देशभक्त लोग हैं https://t.co/GBu1ddoSIY
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 11, 2022
આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. દિલ્હીમાં કાંઇ મળ્યું નથી અને ગુજરાતમાં પણ કાંઇ મળ્યું નથી. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.’ પરંતુ ગુજરાત પોલીસ આ વાતને બિલકુલ નકારી રહી છે.
ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે.
આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 12, 2022
આજે સવારે અમદાવાદ પોલીસે આ અંગેની સ્પષ્ટતા કરતા ગુજરાતી અને હિન્દીમાં ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ‘ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.’