અમદાવાદ શહેરમાં નો પાર્કિગ ઝોન અથવા નડતરરૂપ રીતે ઉભેલા વાહનોને ટ્રાફીક પોલીસ દ્વારા ટોઈંગ કરીને દંડ ફટકારવામાં આવે છે. ઈમરજન્સી વખતે હોસ્પિટલ બહાર ઉભેલા વાહનોને પણ ટ્રાફીક પોલીસે ટોઈંગ કર્યાના અનેક કિસ્સાઓ અગાઉ બની ચૂક્યા છે. પરંતુ અમદાવાદ પોલીસ વ્હાલા દવ્હાલાની નિતિ અપનાવતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન અમૂક ખાસ લોકોના વાહનોને નજર અંદાજ કરતી હોવાનું બહાર આવ્યું છે.
‘નો’ પાર્કિંગ ઝોન તેમજ અન્ય વાહન ચાલકોને નડતર રૂપ બને તે રીતે ઉભેલા વાહનોને જાેઈને ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરતી દેખાઈ રહી છે. સામન્ય નાગરિકોના વાહનોને ટોઈંગ કરીને દંડ વસુલતી ટ્રાફિક પોલીસની આ હરકત જાેઈને લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ‘પીઝા ખાવાની’ શોખીન અમદાવાદ ટ્રાફિક પોલીસની બેધારી નિતિ સામે અનેક સવાલો ઉઠ્યા છે.
શહેરના પોસ અને ટ્રાફીકથી સતત ધમધમતા હિમાલયા મોલ વિસ્તારમાં વાહનો ટોઈંગ કરતી ટ્રાફિક પોલીસની વાન અને તેમાં બેઠેલા પોલીસકર્મીની સામે અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે. ડ્રાઈવીન સિનેમા રોડ ઉપર દિવસમાં અનેક વખત નડતરરૂપ વાહનો ટોઈંગ કરવા આવતી ટ્રાફિક પોલીસને વાનને ડોમીનોઝ પીઝાના બાઈક ન દેખાતા હોવાનું સામે આવ્યું છે.
ડ્રાઈવીન સિનેમાથી લઈને હેલ્મેટ સર્કલ સુધીના માર્ગ ઉપર નો પાર્કિંગ ઝોન તેમજ નડતરરૂપ ઉભેલા અનેક વાહનોને રોજ ટ્રાફીક પોલીસ ટોઈંગ કરીને દંડ ફટકારે છે. એટલુ જ નહિં હિમાલયા મોલ પાસે તો એકપણ વાહન પાર્ક કર્યું તો તેને તુર્રંત જ ટોઈંગ અથવા વાહન ચાલકને મેમો ફટકારવામાં આવે છે. પણ ચોંકવનારી વાત એ છે કે, આ હિમાલયા મોલ પાસે ઉભેલા બ્લ્યુ કલરના બાઈકો આ પોલીસને દેખાતા નથી.
આ અંગે સ્થાનિક લોકોએ જણાવેલ કે, હિમાલયા મોલની બહાર રોડ ઉપર ડોમીનોઝ પીઝાના અનેક બાઈકો રોજ નડતરરૂપ અને નો પાકિર્ંગ ઝોનમાં ઉભા હોય છે તેમ છતા ટ્રાફીક પોલીસ તેની સામે કાર્યવાહી કરતી નથી. તેની બાજુમાં જ અન્ય કોઈ બાઈક ઉભ હશે તો તેની સામે તુરંત કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રાફીક પોલીસ આવું કેમ કરે છે, આ મામલે આ ઝોનના ટ્રાફીક અધિકારીએ તપાસ કરવી જાેઈએ તેમજ ટોઈંગ વાન ફરતા તેમજ આ વિસ્તારના ટ્રાફીક ઈન્ચાર્જ ઉપર પણ આ મામલે કાર્યવાહી થવી જાેઈએ તેવી માગ શહેરીજનોએ ઉઠાવી છે.