અમદાવાદની યુવતીનો એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ યુવતીને મેટ્રો મોનીયલ સાઈડ પરથી જીવન સાથીની શોધ કરી જે છેલ્લે તેને ભારે પડ્યું કારણ કે યુવક તેને કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાનુ કહીને ટેક્સ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા છે. હવે આ અંગે યુવતીએ પોલીસની મદદ લીધી છે. આ વિશે વિગતે વાત કરીએ તો આ યુવતીએ મેટ્રો મોનીયલ સાઇટ પરથી અમોલ દલવી નામના યુવક સાથે સપર્ક કર્યો. આ યુવક UK રહેતો હતો અને મૂળ પુણેનો રહેવાસી હતો.
તેણે યુવતીએ કહ્યુ કે તે UK માં રહી તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર છે અને નાનપણથી અહિઓઇ જ રહે છે. પણ તે એક ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે અને આગળની જિંદગી તે ભારતમાં રહેવા માગે છે. આ બાદ બન્ને ચેટ અને વ્હોટસેપ ઓડીયો કોલીંગથી વાતચીત કરતા. પ્રેમ પ્રકરણ શરૂ થયા બાદ યુવતીનો વિશ્વાસમા લઈ યુવકે UK થી પાર્સલ મોકલ્હ્યુ છે તેમ કહી આખી રમત ચાલુ કરી.
યુવકે કહ્યુ કે UK ની કરન્સી છે જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય અને આ પાર્સલ છોડાવવા પૈસા ભરાવ્યાં. આ માટે પહેલા તો તેણે મુંબઇ કસ્ટમ વિભાગના નામથી મુંબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી પાર્સલના નામે ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટમાં ભરાવી લીધા.
આ બાદ પોલીસ તપાસમા જાણવા મળ્યુ કે સાયબર ક્રાઇમેં આ યુવકને દિલ્હીથી ઇરફાનખાન નામના આરોપીને ઝડપી લીધો. આ સાથે યુવતીના બેંક એકાઉન્ટમાંથી યુવકે કેનેરા બેંકના એકાઉન્ટમાંથી 9 લાખ 75 હજાર રૂપિયા ફ્રોડના નાણા જમા થયા અને યુવકે પોતાના આધાર કાર્ડમાંથી તેના વતનનું એડ્રેસ બદલી ગૌતમબુધનગર નોઈડા દર્શાવ્યુ હતુ અને તેના અધારે સીમ કાર્ડ ખરીદી બેંકોમાં એકાઉન્ટો ખોલાવી લીધુ. હવે આ અંગે પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.