ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. બેફામ ગરમી પણ પડી રહી છે. લોકો સાંજે ગરમીમાંથી રાહત મેળવવા રસ્તા પર વોકિંગ કરવા તો નીકળે જ છે પણ સાથે સાથે ગોલાનો લૂપ્ત પણ ઉઠાવે છે. અમદાવાદની ગરમી આખા ભારતમાં જાણીતી છે. ત્યારે હવે અમદાવાદમાં ઠેર ઠેર ગોલા હાઉસ અને ગોલાની લારી પણ જોવા મળી રહી છે. એમાંનું જ એક પ્રખ્યાત ગોલા હાઉસ એટલે કે સૌરાષ્ટ્ર ગોલા હાઉસ.
નિકોલ નરોડા રોડ પર ઉમા સ્કુલની બાજુમાં તમને સૌરાષ્ટ્ર ગોલા હાઉસ જોવા મળશે. આ સૌરાષ્ટ્ર ગોલા હાઉસમાં સાંજના સમયે લાગતી લોકોની ભીડ જ એમની ક્વોલિટીનો પરિચય આપે છે. સૌરાષ્ટ્ર ગોલા હાઉસમાં 30 રૂપિયાથી લઈને તમને 250 રૂપિયા સુધીના ગોલા મળશે. એમાં પણ આ ગોલા હાઉસની ખાસ ખાસિયત એ છે કે અહીં જેટલી ક્વોન્ટીટી મળે એટલી તમને આખા અમદાવાદમાં ક્યાંય નહીં મળે.
સ્ટીક ગોલા, સાદી ડિશથી લઈને સૌરાષ્ટ્ર સ્પેશિયલ ગોલા ખાવા માટે લોકોની અહીં ભીડ લાગે છે. સૌરાષ્ટ્ર સ્પેશિયલ ગોલા ખરેખર કાઠિયાવાડના હાવજની જેમ મજબૂત ગોલા હોય છે. લોકો દૂર દૂરથી અહીં સૌરાષ્ટ્ર સ્પેશિયલ ગોલા ખાવા માટે મૂલાકાત લેતા જોવા મળે છે.
સરનામું: સૌરાષ્ટ્ર ગોલા હાઉસ, ઉમા સ્કુલની બાજુમાં, નિકોલ નરોડા રોડ, અમદાવાદ