અમદાવાદ શહેરમાં જાણે બુટલેગરોની બોલબાલા હોય તેમ વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. અમદાવાદમાં વહીવટદારોનું રાજ શરૂ થઈ જતા ફરીથી બુટલેગરો બેલગામ બની ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાગૃત બનીને પોલીસ દરોડા પાડે તો દારૂના થોકબંધ અડ્ડાઓ સામે આવી શકે તેમ છે. મોટુ ભરણ પહોચી જતું હોવાથી પોલીસ તંત્ર બુટલેગરો સામે આંખ આડા કાન કરતા હોવાની બૂમ ઉઠી છે.
જાે કે, આ મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે. સુત્રોના જણાવ્યા મુજબ રીંગ રોડની બહાર બનતો દેશી દારૂ શહેરમાં બિન્દાસ રીતે વેચાય અને પીવાય છે, આ દારૂની હેરાફેરી અને વેચાણ માટે પોલીસ તંત્રને નિયમીત રીતે ભારણ મળી જતુ હોવાનું પણ સામે આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના મુખ્ય ગણાતા પોઈન્ટો આસપાસના રહેવાસીઓ પણ દારૂના દુષણથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દારૂના વેપાલાના લીધે પોતાના દિકરા-દિકરીના લગ્ન પણ ન થતા હોવાની રાવ ઉઠી છે. આ મુદ્દે પણ પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી માગ લોકોએ ઉઠાવી છે.