ગુજરાત સરકારના એક મંત્રી ગજેંન્દ્રસિહ પરમાર પર શારીરિક શોષણનો આરોપ લાગતા રાજકારણ ગરમાયુ છે. અમદાવાદ શહેરની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ગાંધીનગર સ્થિતિ MLA ક્વાર્ટરમાં તેનું અવારનવાર શારીરિક શોષણ થયુ છે. આ અંગે મહિલાએ ફરિયાદ કરી છે છતાં પણ હજુ સુધી મંત્રી સામે કોઈ પગલાં લેવામા આવ્યા નથી.
આ બાદ મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પીડિત મહિલા છેલ્લા 1 વર્ષથી ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી રહી છે અને જ્યારે આ અંગે કોઈ પગલા ન લેવાતા હવે આ ઘટ્ના ખુલ્લી પડી છે.
મળતી માહિતી મુજબ ભાજપ માટે હવે ગજેંન્દ્રસિહ પરમારનું કથિત સેક્સ સ્કેન્ડલ માથાના દુખાવો બની ગયુ છે. આ અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીએ જણાવ્યું કે તપાસને લઈને કાર્યવાહી કરવામાં આવશે.. જો મહિલા સાચી હશે તો તેને જરૂરથી ન્યાય મળશે. એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ મંત્રી ગજેંન્દ્રસિહ પરમાર ગૃહમાં ગેરહાજર છે.