અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ હવે કોઈ નવું નામ નથી. ભારતનું સૌથી મોટું રજિસ્ટર સંગઠન બનીને ઉભરી આવ્યું છે. પત્રકારોના હિત માટે અને સુરક્ષા માટે છેલ્લા 4 વર્ષથી આ ગૃપ ચાલી રહ્યું છે અને સમગ્ર ભારતમાંથી 8000 કરતાં પણ વધારે પત્રકારો આ ગૃપ સાથે જોડાઈ ગયા છે. જ્યાં પણ પત્રકારને જરૂર પડે ત્યાં આ ગૃપ અડધી રાત્રે પણ ખડેપગે ઉભુ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આ પરિવાર વધારે મજબૂત થવા જઈ રહ્યો છે અને દરેક જિલ્લામાં હવે એક મજબૂત ટીમ ઉભી કરવામાં આવી રહી છે.
આ જ અરસામાં આ હોદ્દેદારો નીમનાવી શરૂઆત અમદાવાદ ખાતેથી કરવામાં આવી હતી. ત્યારે 11 એપ્રિલના રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે 150થી પણ વધારે અમદાવાદના પત્રકાર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય સંયોજક જિજ્ઞેશ કાલવડિયાની હાજરીમાં દરેકને હોદ્દા પર વરણી કરવામાં આવી હતી. ત્યારે લોકપત્રિકા મીડિયા હાઉસના વાઈસ પ્રેસિડેન્ટ અલ્પેશ કારેણાની પણ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ જિલ્લામાં સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.
જિજ્ઞેશ કાલવડિયા સાહેબે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું મહત્વ અને તેમના ઉત્તમ કામો વિશે પણ માહિતી આપી હતી. સાથે જ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ જિલ્લાના પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠન મંત્રીથી લઈને અલગ અલગ 15 હોદ્દાઓ પર પત્રકારોની નિમણુક કરવામાં આવી હતી.
આ પ્રસંગે લોકપત્રિકા મીડિયા હાઉસના વાઈસ પ્રેસિડેન્ટ અલ્પેશ કારેણાએ વાત કરી હતી કે- અમદાવાદ જ્યારે પણ પત્રકાર ભાઈઓ-બહેનોને કોઈ દવાખાવાની જરૂર પડી હોય, કોઈ બેક સપોર્ટની જરૂર પડી હોય, ક્યારેક જગ્યાની અગવડ ઉભી થઈ હોય કે પછી અમદાવાદ જિલ્લાના અલગ અલગ સેવાકીય કામો હોય ત્યારે હંમેશા સાથે ઉભું છે. એ જ રીતે હવે લોકપત્રિકા મીડિયા હાઉસ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિને કઈ રીતે એક ટોચ પર લઈ જવું અને પત્રકાર મિત્રોને વધારેમાં વધારે મદદ કરવી એના પર કામ કરશે.