AMCની જાહેરમાં ગંદકી કે કચરો કરનાર સામે લાલ આંખ, હવે અમદાવાદમાં 47 સ્પોટ પર 300 જેટલા CCTV કેમેરાની રહેશે નજર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: અમદાવાદમાં કચરા નાખવાના પોઇન્ટ પર 300 CCTV કેમેરા લગાવવાનો AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર સ્થળે કચરો ફેંકનાર અને ગંદકી કરનાર લોકો પર બાજ જેવી નજર રાખવા કુલ 4 જેટલા ગંદકીના સ્થળો પર 300થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકીને ગંદકી કરનાર પાસેથી દંડ વસૂલ કરશે. CCTV કેમેરાનું સીધું રેકોર્ડિંગ સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમમાં થશે. કેમેરાનું 15 દિવસ સુધી રેકોર્ડિંગ રાખવાનું રહેશે. CCTV કેમેરામાં કચરો નાંખતા ઝડપાઈ જનારાને 50 હજાર સુધીનો દંડ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

અગાઉ શહેરમાં વિવિધ સ્થળે સિલ્વર ટ્રોલી રાખવામાં આવી હતી તેવા સ્થળે કચરો, ગંદકી વધુ જોવા મળતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિલ્વર ટ્રોલી દૂર કરાઈ હતી. આમ છતાં સિલ્વર ટ્રોલી ન હોવા છતાં કેટલીક જગ્યાએ કચરો ફેંકતા હતા. જેથી AMC દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવાનું નક્કી કર્યુ છે. 47 સ્પોટ પર 300 જેટલા CCTV કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Breaking: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ! ડી-કંપનીમાં હાહાકાર મચી ગયો

રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હિંદુઓએ અમેરિકામાં કાઢી ભવ્ય કાર રેલી, હવે સતત એક મહિના સુધી ચાલશે મહોત્સવ

જો કોઈ કંઈ બોલશે તો સમજી લેજો… દાઉદ સાથે શું થયું, પાકિસ્તાનની વરિષ્ઠ મહિલા પત્રકારે કર્યો ચોંકાવનારો ખુલાસો

પબ્લીક હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ લંબાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના સાત ઝોનમાંથી માત્ર પૂર્વ ઝોનમાં એક પણ ગંદકીનો સ્પોર્ટ જોવા મળ્યો નથી. શહેરમાં બે વર્ષ પહેલા 400થી વધુ ગંદકીના સ્પોટ હતા તે દૂર કરવામાં આવ્યા છે. હવે 40 જેટલા ગંદકીના સ્પોટ છે અને ત્યાં CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે.


Share this Article