Ahmedabad news: AMCએ HCમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર, પાર્કિંગ અંગ રિપોર્ટ રજૂ કર્યો છે. છેલ્લા 2 મહિનામાં કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ થતાં હાહાકાર મચી ગયો છે. 2 મહિનામા અમદાવાદમાં 4,671 રખડતા ઢોર પકડી પાડ્યા છે. એક તરફ માલધારી સમાજમાં રોષ પણ જોવા મળ્યો હતો. કારણ કે 34 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.
રખડતા ઢોર અંગે 198 FIR પણ નોંધવામાં આવી છે. તો 3,892 પશુઓના RFID ટેગિંગની કામગીરી કરવામાં આવી છે. 2 માસમાં 29,390થી વધુ મે.ટન હોટ મિક્સ વપરાયો હોવાનું કહેવામાં આવ્યું છે. 1,096 મેટ્રિક ટનથી વધુ માઈક્રો સરફેસિંગની કામગીરી કરી છે. એ જ રીતે 3,340 લારી ગલ્લાઓ દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવી છે.
આ સાથે જ અમદાવાદમાં તંત્રએ તવાઈ બોલાવીને 11314 ગેરકાયદે બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારી દીધા છે. ગેરકાયદે પાર્ક કરેલા 794 વાહનો ટોઈંગ કરાયા હોવાનું પણ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે અને લાખોનો દંડ વસુલ્યો છે.
નેપાળમાં જ અહીં 520 વર્ષમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો જ નથી, આવશે ત્યારે બધું જ તબાહ કરી નાખશે એ નક્કી
Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી
છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને પગલે હાઈકોર્ટ પણ આકરું વલણ બતાવી રહી છે. જો કે હવે હાઈકોર્ટના ઠપકાં બાદ દરેક જગ્યાએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા એક્શન લઈ રહી છે અને તાબડતોડ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.