અમદાવાદ શહેરની ભાગોળે આવેલા એક પોલીસ મથકમાં ફરજ બજાવતો ‘ઇન્દુડો’પોતાને મોટો ભા સમજી અસામાજિક તત્વો સાથે ભાઈબંધી નિભાવીને ટેબલ નીચેની કમાણી કરતો હોવાની વાત જગજાહેર થઈ છે. બુટલેગરો સહિતના તત્વો પાસેથી તગડી રોકડી કરતા ઇન્દુડાની કરતૂતોથી ઉચ્ચ અધિકારીઓને પણ આવનારા ભવિષ્યમાં ઉભી થનારી મુશ્કેલીમાં ખુલાસા આપવા પડે તેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ શકે તેવી ચર્ચા જાેરશોરથી ઉઠી છે.
પોતે વિવેક રાખી આનંદથી પોલીસ મથકનું ઈન્દ્રાસન સાચવતો હોવાનો ફાંકો મારતો ‘ભા’ જે દિવસે ભ્રષ્ટાચારના અજગરી ભરડાની ભીંસમાં આવશે ત્યારે તેની કરતુંતો તો તેને અને અન્ય અધિકારીઓને ભારે પડી જશે તેવી પણ હવા પ્રસરી છે. સમગ્ર મામલા ઉપર તપાસ કરીને કડક કાર્યવાહી કરાય તો દુધનુ દુધ ને પાણીનું પાણી થઈ શકે તેમ છે. એટલે ઉચ્ચ અધિકારી પણ તપાસ કે પછી કાર્યવાહી કરતા નથી. અમદાવાદ શહેરની ભાગોળે આવેલા એક પોલીસ મથકમાં ફરજ બજાવતો ‘ભા’ પોતે મોટો ખેરખાં હોય તે રીતે વર્તન કરી રહ્યો છે.
લીલીછમ ખેતીવાડી વિસ્તાર મથકમાં આવેલા પોલીસ મથકના તમામ વહીવટ પણ પોતે કરી ઉપરી અધિકારીઓને આનંદ પ્રમોદ કરાવતો હોવાની ચર્ચા ખુદ પોતાના મોઢે કરતો ઈન્દુડો કાળી કમાણીમાં વિવેકહીન બન્યો હોવાની ચર્ચા પણ જાેરશોરથી શીતળ હવામાં લહેરાતી ઉચ્ચ અધિકારીઓના કાર્યક્ષેત્ર સુધી પહોંચે તેની માત્ર લોકો રાહ જાેઈ રહ્યા હોવાનું કહેવાય છે. સુત્રોનું માનીએ તો આ વહીવટદાર ઉચ્ચ અધિકારીઓને પોતાના ખિસ્સામાં ફેરવતો હોવાની વાતો કરતો ફરે છે.
નિયમિત રીતે વહીવટ પહોંચી જતો હોવાથી ઉચ્ચ અધિકારી પણ તપાસ કે પછી કાર્યવાહી કરતા નથી તેવી ચર્ચાઓ જાગી છે. મેગાસિટી અમદાવાદમાં વિદેશી અને દેશી દારૂ માગો ત્યાં અને ગમે ત્યારે મળી જાય છે !!! રાજ્યમાં દારૂબંધી હોવાની વાતો રાજનેતાના ભાષણોમાં અને પોલીસની વાતોમાં માત્ર સંભળાઈ રહી છે પરંતુ તે તમામ બાબતોને સાર્થક કરવાની વાત આવે ત્યારે પાછીપાની થતી હોવાની વાત પણ જગજાહેર છે.
રાજ્યના મેગાસિટી અમદાવાદમાં વિદેશી અને દેશી દારૂ માગો ત્યાં અને ગમે ત્યારે મળી જાય તેના ઉદાહરણો માગવા જવાની ક્યાંય પણ જરૂર નથી. રોજબરોજની ઘટનાઓથી સામે આવતી બાબતો રાજ્ય સરકાર દારૂબંધી મુદ્દે કોઈ જ ઘટતી કાર્યવાહી કરી શકી નથી તેનો પુરાવો માત્ર કાફી છે. નોંધનીય છે કે, પોલીસ કાર્યવાહી કરતી નથી. ખાખીના સહકારથી સામાજિક કાર્યકરો ઉપર ખોટા કેસ ઉભા કરવામાં બુટલેગરો સફળ રહે છે !!! શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી વિદેશી દારૂની બદી ફૂલીફાલી છે.
જે બદીને નેસ્તનાબૂદ કરવાની જવાબદારી છે તેઓ કંઈ કરતા નથી એટલે જ સામાજિક સંસ્થાઓ અને પત્રકારત્વ સાથે સંકળાયેલા અમુક નિષ્ઠાવાન લોકો મેદાને પડે છે પરંતુ ખાખીના સહકારથી બુટલેગર તત્વો સામાજિક કાર્યકરો અને પત્રકારો ઉપર હુમલા તેમજ અન્ય ખોટા કેસ ઉભા કરવામાં સફળ બની રહે તેવા પણ દાખલા સમાજમાં મોજુદ છે. શહેર પોલીસની વાત કરીએ તો છેલ્લા થોડા સમયમાં અને અગાઉ પ્રોહીબીશનના કેટલા કેસ થયા છે તે આંકડા ઘણુ બધુ કહી દે તેમ છે.
દારૂ-જુગાર સહિતની અનેક અસામાજિક પ્રવૃત્તિ ફૂલીફાલી શહેરની ભાગોળે આવેલા એક પોલીસ મથકના વિસ્તારમાં દારૂ-જુગાર સહિતની અનેક અસામાજિક પ્રવૃત્તિ ફૂલીફાલી છે. જેને નાબૂદ કરવા માટે અહીંના પોલીસ અધિકારી અને કર્મચારીઓને જાણે કંઈ જ પડી ન હોય તે રીતે બુટલેગર તત્વોને પોલીસ દ્વારા જ વિવેક અને આનંદથી મદદ કરાતી હોવાની ચર્ચા લોકમુખેથી બહાર આવતી રોકી શકાઈ શકે તેમ નથી.
સંબંધિત પોલીસ મથક તાબાના વિસ્તારમાં રહેતા ભદ્ર સમાજના લોકો પોલીસ મથકના એક કહેવાતા વહીવટદાર ‘ભા’ના કારણે પરેશાની ભોગવી રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે પરંતુ તેઓ એવું પણ કહે છે કે અમારે ધા નાખવી તો ક્યાં નાખવી અમારું કોઈ સાંભળનાર નથી. ખુદ ખાખીના માણસો જ બુટલેગર તત્વોના ત્યાં આનંદ પ્રમોદ કરતા હોય ત્યાં આમ જનતાની વાત કોણ સાંભળે? તેવા પ્રશ્નો પણ જનમાનસમાં ઉઠી રહ્યા છે.