21 માર્ચ 2022 વિશ્વ કવિતા દિવસ નિમિતે દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સંગાથ પરિવાર અને રોટરી કલબ અમદાવાદ દીવ્યમના સહિયારા પ્રયાસે ઓનલાઇન કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં 18 કવિઓએ કાવ્ય પઠન કર્યું. દર્શિતા, મહેશભાઈ, સાહિલ, અલ્પેશભાઈ, કલ્પેશભાઈ , પિંકલ ભાઈ, શૈલેન્દ્ર्र ભાઈ, ચંદ્રેશ ભાઈએ વગેરેએ સાથે મળીને કવિતા નું પઠન કર્યું હતું. જીગરભાઈ, સંગીતા બેન, અમીષા બેન પણ હાજર રહ્યા હતા. સાથે જ ટ્રસ્ટ દ્વારા દર મહિને 16 તારીખે ઓનલાઇન કવિ સંમેલન યોજવામાં આવે છે. જેમાં પઠન કરનારા શ્રેષ્ઠ કાવ્યને ઈનામ પણ આપવામાં આવે છે.
યાદ પત્રમાં આવે એવું પણ બને,
વાત પત્રમાં આવે એવું પણ બને.
ચાંદની નીતરતી હૈયાના મિલન ની
રાત પત્રમાં આવે એવું પણ બને.
-સખી, દર્શિતા બાબુભાઇ શાહ
કોઈ આંસુ ટપકતા પહેલાં સુકાય જાય છે,
ને વેદનામાં જ કોઈ કવિતા રચાય જાય છે…
જૂની યાદો ફરી તાજી થઈ જાય છે,
ને ત્યારે જ એકાદ કવિતા રચાય જાય છે…
-ડાભી સાહિલ
જે મકાનો રોજ બદલે છે અહી,
એ રહે કાયમ પછી રસ્તા વચ્ચે.
-કલ્પેશ સોલંકી “કલ્પ”