અમદાવાદની એજન્સીઓમાં પણ જાણે કોઇની પકડ રહી નથી તેવી સ્થિતી સર્જાઇ હોવાની વાતને નકારી શકાય તેમ નથી તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, શહેરની એક ઝાંબાજ એજન્સી જેની બહારથી ભુતકાળમાં ગુનેગારો નિકળતા પણ ફફડતા હતા તે એજન્સીએ ઉઘરાણી સેન્ટર ચાલુ કર્યાની ચર્ચા પોલીસ વિભાગમાં થઇ રહી છે અને ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ઝાંબાજ એજન્સી તાજેતરમાં એક વેપારી અને એક આંગડીયા પેઢીના કર્મચારીને ઉપાડી ગઇ હતી. વેપારી અને આંગડીયા પેઢીના કર્મચારીને લઇ ગયા બાદ બે દિવસ બાદ આ પ્રકરણમાં કોઇ જ કાર્યવાહી કર્યા વગર તેમને શંકાસ્પદ રીતે જવા દીધા હતા. જોકે આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા એક મઘ્યસ્થિ દ્વારા મોટી ગોઠવણ થતાં આ પ્રકરણમાં પાણી રેડી દેવામાં આવ્યાની ચર્ચા છે જોકે મોટી ગોઠવણ બાદ અધિકારીઓએ ખીસ્સા ગરમ કરી આંગડિયા પેઢીના કર્મચારીને પણ મુક્ત કરી દીધો છે.
અમદાવાદ શહેરના એક ભાગમાં એક આંગડીયા પેઢી લાંબા સમયથી ચાલી રહી હતી. લાંબા સમયથી આ પેઢીમાં એક અમદાવાદ શહેરના બહારના કોલ સેન્ટરના સંચાલકના મોટા પાયે રુપીયા ફરતા હતા. આ રુપીયાનું કોલ સેન્ટરના સંચાલકને સારુ વળતર મળી રહ્યું હતું. આ દરમિયાનમાં આંગડીયા પેઢીમાં મોટા આંકડામાં રુપિયા જમાં થતાં રુપિયા લઇને એક કર્મચારી ઉડન છું થઇ ગયો હતો. તેવામાં લાંબા સમયથી કોલ સેન્ટરના સંચાલક દ્વારા ઉઘરાણી કરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં ધમકી થી લઇ તમામ પ્રયાસો કરી દેવામાં આવ્યા હતા પરંતુ આંગડીયા પેઢીનો માલિક અને કર્મચારી હાથમાં આવી રહ્યા ન હતા. જોકે અમદાવાદમાં રહેતા આંગડિયા પેઢીના ફ્રેન્ચાઇસીના માલિકે તો હાથ અધ્ધર કરી દીધા હતા.
કોલ સેન્ટરનો માલિક ધમપછાડા કરીને થાકી ગયા બાદ આખરે તેણે સુરતથી એક કનેક્શન શોધી નાખ્યું હતું અમદાવાદ શહેરની એક મોટી અને ઝાંબાજ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ એજન્સી પાસેથી પસાર થવામાં પણ ગુનેગારો ફફડતા હોવાના અનેક કિસ્સાઓ છે તેવામાં એક અધિકારીની સુચનાથી આના પર ખાનગીમાં અરજી લઇ કામ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના વેપારી અને આંગડીયાના માલિકને આતંકવાદી હોય તેવી રીતે મોઢા પર કાળુ કપડું ઓઢાડી એજન્સીના કર્મચારીઓ ઉપાડી લાવ્યા હતા. વેપારીને બે દિવસ એજન્સીના પ્રાટાંગણમાં રાખવામાં આવ્યો અને તેની મેથી પાક આપી ડરાવી દેવામાં આવ્યો હતો.
માલિક કંઇ સમજે કે ફરીયાદ છે કે અરજી તે પહેલા તે તુંટી ગયો હતો પરંતુ વેપારી અમદાવાદનો હોવાથી તેના કનેક્શનો પણ જરુરથી હોવાના. જેથી તેના સગા સબંધીઓ એજન્સીના બહાર ધામા નાખ્યા હતા. દરમિયાનમાં આંગડીયા પેઢીના માલિકના સગાસબંધીએ ગાંધીનગર ગૃહ વિભાગ સુધી પોતાના કનેક્શન લગાવી આ એજન્સીના અધિકારીને કોલ કરાવી દીધો હતો. આ ફોન કોલ એજન્સીના અધિકારી પર રણકતા જ એજન્સીના અધિકારીના કાન અધ્ધર થઇ ગયા હતા. તેઓએ તેને ગંભીરતાથી લઇ આંગડિયા પેઢાના માલિકને બહાર જઇ કોઇ ફરિયાદ ન કરે તે શરતે અને આંગડિયા પેઢીના ફરાર કર્મચારીને પકડાવવામાં મદદ કરવાનું નક્કી કરાવી મોકલી દીધો હતો.
જે પીએસઆઇએ જોરદાર માર માર્યો હતો તે પણ ચિંતામાં મુકાઇ ગયો હતો. બીજી તરફ આંગડિયા પેઢીના માલિકના કહેવાથી આંગડિયા પેઢીનો કર્મચારી અમદાવાદ આવ્યો અને ફરી એજન્સીએ ફિલ્મી સ્ટાઇલે તેને મોઢા પર કાળુ કપડુ પહેરાવી તેમના પરીસરમાં લઇ ગઇ હતી. આખરે એક મધ્યસ્થિ વચ્ચે આવ્યો અને ઝાંબાજ એજન્સીનું કામ સરળ થઇ ગયુ હતું તેણે તાત્કાલીક ગોઠવણ કરી કોલ સેન્ટરના માલિકના ગેરકાયદે નાણાંની ઉઘરાણી કરાવી દીધી હતી અને પોલીસના ખિસ્સા પણ ગરમ થઇ ગયા હતા. તેવામાં આ કિસ્સો હાલ તો અમદાવાદ શહેર પોલીસમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ઉલ્લેખનીય છે કે, વારંવાર આવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને એજન્સીઓ ચર્ચામાં આવતા પોલીસ સામે અનેક શંકાની સોયો ઉભી થઇ રહી છે ત્યારે શહેરના સાફ છબી ધરાવતા પોલીસ કમિશનર મૌન સેવી રહ્યા છે કે પછી તેઓ આંખઆડાકાન કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
સરદારનગરમાંથી ક્રિકેટ સટ્ટા બાબતે 3ને ઉપાડ્યા ચાર દિવસ બાદ જવા દીધા
અમદાવાદની ઝાંબાજ એજન્સીએ ગત મહિને ક્રિકેટ સટ્ટાના કરોડોના ટ્રાન્જેક્શનમાં 3 શખસોને સરદારનગર વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા. આ શખશોને પણ એજન્સીના સ્પેશિયાલીસ્ટ અધિકારીએ ચાર દિવસ રાખ્યા હતા અને તેમના પરિવારના સભ્યો પણ ચાર ચાર દિવસ સુધી એજન્સીની બહારના પ્રાટાંગણમાં ધક્કા ખાતા રહ્યા હતા. તેવામાં આખરે આઇપીએસ અધિકારીઓના પણ ફોન કોલ આ સ્પેશિયલાસીસ્ટ અધિકારી અને સુપ્રીયર અધિકારીઓ પર આવવા લાગ્યા હતા.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
દરમયિાનમાં ચાર દિવસ બાદ તમામ લોકોને શંકાસ્પદ રીતે એજન્સીએ જવા દીધા હતા. જોકે કાર્યવાહી કર્યા વગર એક કાગળમાં જવાબ લખાવી જવા દીધા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે જોકે આ બાબતે પણ અમદાવાદ શહેરમાં પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કરોડોનો ક્રિકેટ સટ્ટો હતો તો આ ઝાંબાજ એજન્સીએ કેમ કોઇ કાર્યાવીહ દર વખતે કરતી નથી તે પોલીસમાં ચર્ચાનો વિષય બન્યો છે.