બ્લોમિંગ કેમ્પસ સ્કૂલના એન્યૂઅલ ફંક્શનનું અદ્ભૂત આયોજન, 300થી વધારે બાળકો મન મૂકીને સ્ટેજ પર ઝૂમ્યા

Lok Patrika
By Lok Patrika
Share this Article

Ahmedabad News: મંછા એટલે મનની ઈચ્છા એક એવો જાદુઈ ચિરાગ, જે તમારા મનમાં હોય અને બીજાને કહ્યાં વિના તમારા સપનાં પૂર્ણ કરે.. આ જ થીમ પર અમદાવાદમાં 6 બ્રાન્ચો ધરાવતી બ્લોમિંગ કેમ્પસ સ્કૂલનું એન્યૂઅલ ફંક્શન રાજપથ ક્લબ પાછળ આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનમાં યોજાઈ ગયું.

અલગ અલગ 24 સિકવન્સ પર 300થી વધારે બાળકોએ પોતાનું પર્ફોમન્સ અહીં રજૂ કર્યું હતું. મોટી સંખ્યામાં વાલીઓ, શિક્ષકો અને સ્કૂલ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ફંક્શનમાં પીજીથી ધોરણ 9 સુધીના બાળકોએ પોતાના અદભૂત ડાન્સ અને અલગ અલગ થીમ પર પોતાના પર્ફોમન્સથી સ્ટેજ પર રિયલ દ્રશ્યો ઉભા કર્યા હતા.

મનની ઈચ્છા એટલે એ પછી દેશની સુરક્ષા માટે હોય, હોરર હોય , ધાર્મિક હોય કે શિક્ષણ પણ ઈચ્છાઓને ખુલીને બહાર લાવવી જોઈએ. મંછાનો મતલબ છે કે મનમાં દબાયેલી ઈચ્છાઓ ખૂલીને બહાર આવે… એ પછી ઈચ્છાઓના વાહક બાળકો જ કેમ ના હોય… મનની મરજી હોય એ કરો… અમદાવાદમાં ઘાટલોડિયા, સાયન્સ સીટી, ગોતા, અખબારનગર, ભાગવત અને મોરૈયા જેવી અલગ અલગ બ્રાન્ચો ધરાવતી બ્લોમિંગ કેમ્પસ સ્કૂલનું આજે એન્યુઅલ ફંક્શન યોજાઈ ગયું.

છેલ્લા એક મહિનાથી થતી તૈયારી આજે સ્ટેજ પર જોવા મળી હતી. 300થી વધારે બાળકોએ આજે મનમૂકીને પોતાની કલા, આવડત અને ડાન્સના ત્રિવેણી સંગમને સ્ટેજ પર દેખાડ્યો હતો.

બ્લોમિંગ કેમ્પસના આ બાળકોના પર્ફોમન્સથી સ્ટેજ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓએ તમામ અદભૂત ડાન્સ અને પર્ફોમન્સને તાલીઓથી વધાવી લીધા હતા. એન્યુઅલ ફંકશનમાં ફક્ત ડાન્સ પ્રોગ્રામ જ નહોતા પણ બાળકોમાં સારા સંસ્કારો વિકસે અને દેશની પ્રગતિ અંગે જાણકાર બને એ માટે રામાયણ, હોરર, ચંદ્રયાન, શિક્ષણ અને સક્સેસ સ્ટોરી જેવી થીમ પર ડાન્સ સાથે બાળકોએ અદભૂત એક્ટિંગ કરી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના ટ્રસ્ટી વિમલ પટેલ અને બ્લોમિંગ કેમ્પસ સ્કૂલના પ્રિન્સીપાલ હિમાલીબેન સહિત શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જેઓની મહેનત આજે સ્ટેજ પર રંગ લાવી હતી. આ એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ સાથે કરાટેના પણ સ્ટંટ રજૂ કરાયા હતા. જેમાં કરાટે માસ્ટર ક્રિશ સહિતના બાળકોએ સ્ટેજ પર પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. જેઓની સ્ટંટબાજીને હાજર વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly