આજના જમાનાના હવે દીકીઓ પણ દીકરા કરતા કાંઈ ઓછી નથી,તો આવી જ વાત છે વિરમગામ તાલુકાના ડુમાણા ગામની દેવયાનીબાની. દેવયાનીબા એ માત્ર 23 વર્ષની ઉંમરે પીઆઈની પરીક્ષા પાસ કરીને આખા ગુજરાતમા ઇતિહાસ રચી દીધો છે. સાથે ગામ તેમજ સમાજનુ નામ રોશન કરવામાં સફળ રહ્યા છે. દેવયાનિબા એ ધોરણ 12 મા સારા ટકા પ્રાપ્ત કરીને અમદાવાદ ખાતે ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા હતા.
અહિયાં બહેને કોલેજ સાથે સાથે સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનુ શરુ કર્યું. તેમાં તેઓને અમદાવાદ જિલ્લામા જુનિયર કલાર્કની પરીક્ષામાં સફળતા મળવા પામી હતી.આનાથી આગળ બહેને હજુ મહેનત કરવાનુ બંધ કર્યુ ના હતુ. પરીણામે દેવયાનીબાએ પીઆઈની પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યમા પહેલો નંબર મેળવીને ઇતિહાસ રચી દીધો છે.દેવયાનીબા ની સફળતાને જોઈને ગામની સાથે સાથે સમગ્ર સમાજની આંખો હર્ષથી ભરાય ગઈ હતી.
દેવયાનીબાની ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં જુનિયર કારકુનમાં પસંદગી કરવામાં આવી હતી, તેથી દેવયાનીબા તેમની ફરજની સાથે સાથે તૈયારી પણ કરતા હતા અને સખત મહેનત સાથે દેવયાનીબાએ પીઆઇની પરીક્ષામાં આખા ગુજરાતમાં પહેલો નંબર મેળવીને ઇતિહાસ રચી દીધો હતો, દેવયાનીબાની આ સફળતાને જોઈને ગામની સાથે સાથે સમાજના લોકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા, આથી દેવયાનીબાએ તેમની નાની ઉંમરમાં જ ઇતિહાસ રચી દીધો હતો.