એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે સુકુન દે આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં મોઢે વીડિયોમાં પોતાનું દુઃખ છુપાવી આયેશાએ ગત વર્ષે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના દિવસે આ ફાની દુનિયા છોડી હતી. તેણે દુનિયા છોડતા પહેલા પણ પોતાનું સર્વસ્વ જેને ગણતી હતી તે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જાેકે પતિએ જે નિરસ રીતે જવાબ આપ્યો હતો તે બાદ તેણે એક વીડિયો બનાવીની જીવનનો અંત આણ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ત્યારે ખૂબ જ વાયરલ થયો અને અને પાછળથી આ જ વીડિયો અને આયેશાના ફોનમાં રહેલા રેકોર્ડિંગના આધારે તેના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અંગે મળતા અહેવાલ મુજબ અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી આરીફ દોષિત જાહેર કરી ૧૦ વર્ષ સજા ફટકારી દીધી છે. કોર્ટે આયેશાના અંતિમ વિડીઓને મહત્વનો પુરાવો ગણીને સજા ફટકારતાં એ પણ નોંધ્યું કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી શકાય નહીં.
આ ઉપરાંત આયેશાના મોબાઈલમાં રહેલા રેકોર્ડિંગ માટે આરોપીનો વોઇઝ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેના રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો. આત્માહત્યા કરતા પહેલા આયેશા એ તેના પતિ આરીફ સાથે ૭૦ થી ૭૨ મિનિટ વાત કરી હતી, જેમાં તેણે આયેશાને આત્મહત્યા કરવા દુષપ્રેણ્યા આપી હોવાનું સાબિત થાય છે. સાથે દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું.
તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા હતા.વટવામાં વિસ્તારમાં અલમીના પાર્કમાં રહેતા લિયાકત અલી મકરાણી સિલાઈકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં મોટી દીકરી હિના કે જેના લગ્ન થઈ ગયા છે, દીકરો આમિર, દીકરો અરમાન છે અને દીકરી આઇશા ઉર્ફે સોનુ હતી. દીકરી આઇશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ ૨૦૧૮માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરિફ ખાન સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાં દહેજ બાબતે ત્રાસ આપતા હતા.