Ahmedabad News: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરમાં અત્યારથી તહેવાર જેવો માહોલ જામ્યો છે. આ ખાસ દિવસને મહિલાઓ વધુ ખાસ બનાવવા માટે ડોક્ટરને એક વિશેષ વિનંતી કરી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપવા માંગે છે, જેના કારણે 2 જાન્યુઆરીએ ડિલિવરીની માંગ વધી ગઈ છે.
આ માટે મહિલાઓ સરકારી હોસ્પિટલથી લઈને ખાનગી હોસ્પિટલ સુધીના ડોક્ટરોના સંપર્કમાં છે. આ પૈકી મોટાભાગની મહિલાઓ જેમની ડિલિવરીની સંભવિત તારીખ 20 થી 24 જાન્યુઆરીની વચ્ચે છે. આ મહિલાઓ 22 જાન્યુઆરીએ પોતાના બાળકને આ વિશ્વમાં લાવવાની આશામાં સિઝેરિયન આ અંગે એક ડોક્ટરે કહ્યું કે, ‘એક ગર્ભવતી મહિલાની 24મી જાન્યુઆરીની સંભવિત તારીખ આપી છે.
આ બાબતે ડોક્ટરોનું એવું કહેવું છે કે, જો શક્ય હોય તો તેનું સિઝેરિયન 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. આ પ્રકારની વિનંતી અનેક ગર્ભવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ જ તેમને એ તારીખે જન્મ આપવો કે કેમ તેનો અમે નિર્ણય લઇ રહ્યા છીએ.’
એક ગર્ભવતી મહિલાના મતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એવી ઘડી છે જેની આતુરતા સદીઓથી જોવાઈ રહી છે. હવે આ ઘડી આવી જ પહોંચી છે ત્યારે તેને અંગત રીતે યાદગાર
બનાવવી છે. અમારું સંતાન પણ રામ જેવું જન્મે તેના માટે અમે 22 જાન્યુઆરીની તારીખ ઉપર પસંદગી ઉતારી રહ્યા છીએ. પુત્ર હશે તો તેનું નામ રામ કે રાઘવ અને પુત્રી હશે તો જાનકી નામ રાખવા પણ અમે વિચારી લીધું છે.
રામ મંદિરઃ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિરના ગર્ભગૃહમાંથી સામે આવી રામલલાની મૂર્તિની પ્રથમ તસવીર
અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તો અમદાવાદમાંથી 100થી વધુ ગર્ભવતી મહિલાઓ એ જ સમયે ઐતિહાસિક ઘડીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. અનેક પોતાના બાળકને જન્મ આપવા માટે આતુર છે.